તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:ભચાઉ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં લાકડિયાની શાળા અવ્વલ

લાકડીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડિયાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી તમામ વિભાગમાં પ્રથમ સ્થાનની સિદ્ધિ મેળવી

ભચાઉ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા તથા તેઓમાં વૈજ્ઞાનિક અભિગમના વિકાસના હેતુસર તાલુકા કક્ષાના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન 2021નું ઓનલાઈન બી.આર.સી. ભચાઉ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં કુલ 5 વિભાગોમાં ભચાઉ તાલુકાની કુલ 77 પ્રાથમિક શાળાના 154 વિદ્યાર્થીઓએ પોતાની કૃતિની રજૂઆત કરી હતી. જેમાં ગાયત્રીનગર પ્રાથમિક શાળા, લાકડિયાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી તમામ વિભાગમાં પ્રથમ સ્થાનની સિદ્ધિ મેળવી હતી.

આ શાળાની કૃતિ હવે જિલ્લા કક્ષાએ ભચાઉ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આયોજનને સફળ બનાવવામાં સી.આર.સી કો.ઓર્ડીનેટર બ્રિજેશભાઈ પટેલ તથા અરૂણભાઈ પટેલે સંકલનની કામગીરી બજાવી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે માધ્યમિક શાળાના વિજ્ઞાન વિષયના તજજ્ઞો રાજેશભાઈ મણવર, જલદીપભાઈ પટેલ અને પ્રગ્નેશભાઈ ઠાકર રહ્યા હતા.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજના પ્રાચાર્ય દક્ષાબેન ગોરે હાજરી આપી હતો. શાળામાં આચાર્ય રબારી લાખાભાઇ જેઠાભાઇ તથા તેમની સમગ્ર ટીમની મહેનતના કારણે તાલુકા કક્ષાએ તમામ વિભાગમાં અવ્વલ નંબર મેળવી શાળા તેમજ લાકડિયા ગામનું ગૌરવ વધાર્યું છે. ગયા વર્ષે પણ શાળાએ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...