તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક ફેબ્રુઆરીના, 2020ના જન્મેલ બાળકને દસ દિવસ બાદ 11 ફેબ્રુઆરી ના રોજ વાણિયાવાડની પીઠ્ઠાવાળી શેરીમાં તેની જનેતા ત્યજી ગઈ હતી. આસપાસના વેપારીઓએ માનવ જ્યોત સંસ્થામાં ફોન કરી સેવાભાવી પ્રબોધ મુનાવારને બોલાવ્યા હતા. જે આટલા વખતથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી રહ્યો હતો. આજે બુધવારે કોલકત્તાના સુખી સંપન્ન દંપતિને સોંપવામાં આવ્યો ત્યારે સૌના આંખમાં હર્ષના અશ્રુ હતા.
દત્તક માટેની ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ‘ કારા ‘ સંસ્થાના પ્રયત્નથી કોલકત્તાના અંદાજે 35 વર્ષના દંપતિ કે જેઓ દોઢ વર્ષથી સંતાન દત્તક મેળવવા પ્રયાસ કરતા હતા, તેમણે ભુજના લડુ પર પસંદગી ઉતારી હતી. આ એ જ બાળક કે જેને જન્મ આપ્યા બાદ દસ દિવસ સુધી રાખીને શહેરના ભરચક વિસ્તારમાં મૂકી ગઈ હતી. આજે આ માનવતાવાદી સત્કાર્ય થયું ત્યારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાહોડિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ, માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળા બેન વ્યાસ, મંત્રી દિપાલીબેન શુક્લ, સંસ્થાના સંચાલિકા ઇલાબેન અંજારિયા વગેરે હાજર રહ્યા હતા. દંપતિએ બાળક દત્તક માટે ગુજરાતને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.