તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સબ રજિસ્ટ્રાર કચેરીમાં નેટ કનેક્ટિવિટીના અભાવે દસ્તાવેજની કામગીરીમાં હાલાકી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું સંક્રમણ ઘટતાં હવે દરરોજના 50થી 60 દસ્તાવેજની નોંધણી
  • ટોકન કેન્સલ થયા બાદ 10 દિન સુધી જોવી પડતી રાહ

ભુજની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નેક કનેક્ટિવીટીના અભાવે રોજિંદી દસ્તાવેજની કામગીરી પર પડ અસર પડતી હોવાની રાવ ઉઠી છે.કોરોનાનું સંક્રમણ ઘટતાં હવે ધીમેધીમે કામગીરીમાં પણ ગતિ અાવી છે અને અગાઉની સરખામણી હવે દરરોજના 50થી 60 દસ્તાવેજ રજિસ્ટર થઇ રહ્યા છે ત્યારે નેટવર્ક કનેક્ટિવિટીના અભાવે કામગીરી ખોરંભે ચડતી હોવાનું બહાર અાવ્યું છે. અેક વખત ટોકન કેન્સલ થયા બાદ ફરીથી ટોકન મેળવવામાં 10 દિવસ નીકળી જતા હોય છે. તો વળી કોઇ વ્યક્તિ અનિવાર્ય સંજોગોમાં હાજર ન રહી શકે તો તેવા કિસ્સામાં ટોકન રદ થતા નથી.

અધુરામાં પૂરું અમુક કર્મચારીઅો સમયસર કચેરીમાં અાવતા ન હોવાના પણ અાક્ષેપો ઉઠી રહ્યા છે.અા અંગે સબ રજિસ્ટ્રાર જયંતી ગોરનો સંપર્ક સાધતા તેમણે કર્મચારીઅો મોડા અાવતા હોવાના અાક્ષેપોને પાયાવિહોણા ગણાવી જણાવ્યું હતું કે, હાલે નેટવર્ક કનેક્ટિવીટીની થોડી તકલીફ છે પરંતુ કોઇના કામો અટકતા નથી અને ટોકન મુજબ તમામ અરજદારોને અાવરી લઇ સાંજે મોડે સુધી કામગીરી ચાલુ રાખવામાં અાવે છે. અોનલાઇન સિસ્ટમ હોઇ ટોકન રાત્રે 9 વાગ્યે અાપોઅાપ કેન્સલ થઇ જાય છે.

તો વળી અગાઉ દસ્તાવેજના અોર્ડર તે જ દિવસે થતા હતા જે હવે બીજા દિવસે થતા હોવાના અાક્ષેપ મુદ્દે ગોરે કહ્યું હતું કે, અગાઉ દસ્તાવેજના અોર્ડર થયા બાદ કોઇ ભૂલ રહી ગઇ હોય તો પછીથી સુધારો થઇ શકતો હતો, જે સુધારો હવે નથી થતો, જેથી નાની-મોટી જે કોઇ ભૂલો હોય તે ક્લીયર કરીને તે જ દિવસે મોડેથી અોર્ડર તો કરી જ દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...