બદલી:કચ્છના સ્થાનિક ભંડોળ હિસાબના નિરીક્ષકની બઢતી સાથે બદલી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના વર્ગ 1ના અધિકારી અેવા જિલ્લા સહાયક નિરીક્ષક ગિતેશ છગનભાઈ ગાંધીની ગાંધીનગરમાં વોટર અેન્ડ સેનિટેશન અોર્ગેનાઈઝેશનના મેનેજર તરીકે બદલી સાથે બઢતી થઈ છે. કચ્છમાં તેમના સ્થાને વર્ગ 2ના મદદનીશ સહાયક નિરીક્ષકને ચાર્જમાં મૂકાયા છે.

કચ્છમાં ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા સહિતની સરકારી કચેરીઅો હોય, પણ સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના જિલ્લા સહાયક નિરીક્ષક ગિતેશ છગનભાઈ ગાંધી અોડિટ શરૂ કરાવે અેટલે સાૈના જીવ પડીકે બંધાઈ જતા. કેમ કે, જીણવટભર્યા અોડિટમાં અેટલી બધી ક્વેરી કાઢતા કે નાના કર્મચારીઅો તો ઠીક અધિકરીઅોના અાંખે પણ જવાબ અાપવામાં અંધારા અાવી જતા હતા. જેમને ગાંધીનગરમાં બદલવામાં અાવ્યા છે અને તેમની જગ્યાઅે મદદનીશ સહાયક નિરીક્ષકની કચેરીના દિનેશ રાજાભાઈ મુસરીને વધારાનો હવાલો સોંપાયો છે.

રાજ્ય કક્ષાની વાસ્મોની જવાબદારી
વોટર અેન્ડ સેનિટેશન અોર્ગેનાઈઝેશન ગાંધીનગરમાં મેનેજર બન્યા છે, જેથી રાજ્ય કક્ષાની વાસ્મોની તમામ જવાબદારી તેમના ઉપર અાવી જશે.

અન્ય સમાચારો પણ છે...