તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ:કચ્છના એરસ્પસનો અનેક દેશો હવાઈ મુસાફરી માટે કરે છે ઉપયોગ, ભારતની એક પણ ડોમેસ્ટિક ફ્લાઇટ કચ્છના આકાશ પરથી ઊડતી નથી

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
દુબઇથી હોંગકોંગ જતી ફ્લાઇટ - Divya Bhaskar
દુબઇથી હોંગકોંગ જતી ફ્લાઇટ
 • કચ્છનું ગગન:આંતરરાષ્ટ્રીય હવાઇ ઉડ્ડયનનો મહત્ત્વપૂર્ણ રૂટ !
 • કોરોનામાં હાલ ઉડાન સેવા સીમિત થઈ છે, પણ કચ્છના આકાશમાંથી 50થી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ થાય છે પસાર
 • આરબ, યુરોપ, અગ્નિ એશિયા અને પૂર્વ એશિયાના દેશોની સંખ્યાબંધ ફ્લાઇટ કચ્છ પરથી ઊડે છે

કચ્છની ભૂસંપદા વિશિષ્ટ તો છે જ, પણ કચ્છનું આકાશ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ! કચ્છના એરસ્પેસનો અનેક દેશોની એવિશેન કંપનીઓ આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી માટે ઉપયોગ કરે છે. હાલ કોરોનાકાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી સીમિત થઇ છે. તેમ છતાં 50થી વધારે રૂટની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કચ્છના આકાશ પરથી રોજેરોજ ઊડીને પસાર થાય છે ! ખાસ તો મધ્યપૂર્વ, યુરોપ, અગ્નિ એશિયા, પૂર્વ એશિયા અને સાર્ક દેશોને હવાઇ સેવા માટે કચ્છના એરસ્પેસનો ઉપયોગ કરવો પડે છે.

આ અંગે મળતી વિગતો મુજબ, 7મી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસના રૂપમાં ઊજવવામાં આવે છે. વિશ્વના સામાજિક અને આર્થિક વિકાસ માટે ઉડ્ડયન, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીના મહત્ત્વને માન્યતા આપવાના હેતુ માટે આ દિવસ ઊજવામાં આવે છે. 1996માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને માન્યતા આપી હતી. કચ્છની વાત કરવામાં આવે તો અહીં કોઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ન હોવાથી માત્ર ડોમેસ્ટિક હવાઇ મુસાફરીની સગવડ છે, પરંતુ કચ્છનું ગગન અનેક આંતરરાષ્ટ્રીફ ફ્લાઇટ માટે મહત્ત્વપૂર્ણ રસ્તો છે. આરબ, ઉત્તર યુરોપ, પૂર્વ અને અગ્નિ એશિયાના દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય ઉડ્ડન સેવા કચ્છના આકાશમાંથી પસાર થાય છે. જોકે આ તમામ ફ્લાઇટ અંદાજે 30 હજાર ફૂટથી 40 હજાર ફૂટની ઊંચાઇ પરથી પસાર થતી હોવાથી દેખાઇ શકતી નથી ! યુએઇ, સાઉદી અરબિયા, કતાર, કુવૈત, ઓમાન, જોર્ડન, લેબનન જેવા આરબ રાષ્ટ્રોને ભારત તથા પૂર્વના દેશો તરફ જવું હોય તો કચ્છના આકાશમાંથી ફ્લાઇટ પસાર થાય છે.

તો બીજી બાજુ, યુરોપિયન દેશો બ્રિટન, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ સહિતના દેશોને પણ ભારત તથા અગ્નિ એશિયાના દેશો માટે કચ્છના એરસ્પેસનો ઉપયોગ કરવો પડે છે. તેવી જ રીતે ભારતની વિવિધ હવાઇ ઉડ્ડન કંપનીઓ, ચીન, બાંગ્લાદેશ, ફિલિપિન્સ, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ, હોંગકોંગ, તાઇવાન, દક્ષિણ કોરિયાની આંતરરાષ્ટ્રીય સેવાઓને ખાડીના કે આરબના દેશો કે યુરોપિયન રાષ્ટ્રોમાં પહોંચવા માટે પણ કચ્છના ગગનમાંથી પસાર થવું પડે છે. યુરોપના રાષ્ટ્રોથી આવતી ફ્લાઇટ કચ્છમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં પસાર થાય છે. તો આરબનાં રાષ્ટ્રો અને પૂર્વ એશિયાના દેશોની આવતી-જતી ફ્લાઇટ કચ્છમાં કર્કવૃત્તની જેમ પશ્ચિમથી પૂર્વ કે પૂર્વથી પશ્ચિમ દિશામાં પસાર થાય છે !

ન્યૂયોર્કથી મુંબઈ આવતું પ્લેન.
ન્યૂયોર્કથી મુંબઈ આવતું પ્લેન.
દુબઇ-શાંધાઇ જતું બોઇંગ જહાજ.
દુબઇ-શાંધાઇ જતું બોઇંગ જહાજ.
દોહાથી બેંકકોગ જતી ફલાઇટ.
દોહાથી બેંકકોગ જતી ફલાઇટ.
તહેરાનથી મુંબઇ જતી ફ્લાઇટ.
તહેરાનથી મુંબઇ જતી ફ્લાઇટ.

લોકડાઉન અને કોરોના વચ્ચે પણ આ ફ્લાઇટો કચ્છ પરથી થાય છે પસાર

 • દુબઇ-હેનોઇ (વિયેતનામ)
 • દોહા-બેંગકોક
 • દોહા- હો ચી મિન સિટી(વિયેતનામ)
 • દમ્મામ (સા. અરેબિયા)- સિયોલ (દ.કોરિયા )
 • અબુધાબી-હેનોઇ
 • બેરુત(લેબનન)-કુનમિંગ (ચીન)
 • દોહા-હોંગકોંગ
 • દમ્મામ-ઢાંકા
 • દુબઇ-ઢાંકા
 • દુબઇ- બેંગકોક
 • દુબઇ-હોંગકોક
 • રિયાધ-ઢાકા
 • દોહા-મનીલા
 • અમ્માન (જોર્ડન) - હોંગકોંગ
 • રિયાધ-હોંગકોંગ
 • દુબઇ-શાંધાઇ
 • અબુધાબી-ઢાંકા
 • તહેરાન-મુંબઈ
 • જેદ્દા (સા. અરેબિયા)-ઢાંકા
 • દુબઇ-ચિત્તગોંગ
 • અબુધાબી- સિલહટ
 • દોહા-શેબુ
 • દુબઇ-અમદાવાદ
 • દુબઇ-હો ચી મિન સિટી
 • કુવૈત સિટી-ઢાંકા
 • દુબઇ-તાયપેઈ
 • દુબઇ-ગ્વાંગઝુ
 • દોહા- એન્જલ્સ
 • મસ્કત-ઢાંકા
 • દોહા-કોલકાતા
 • દોહા- ફ્નોમ પેન્હ (કંબોડિયા)
 • મસ્કત-લખનૌ
 • દુબઇ-મનિલા
 • દુબઇ-તાયપેઇ
 • મસ્કત-દિલ્હી
 • ઇસ્તંબૂલ-તાયપેઇ
 • દુબઇ-ટોક્યો
 • દુબઇ-કોલકાતા
 • દોહા-ગ્વાંગઝુ
 • શારજાહ-ઢાકા
 • લંડન-ગોવા
 • લેઈપઝિગ-બેંગલુરુ
 • એમ્સ્ટર્ડમ-મુંબઇ
 • લંડન-મુંબઇ
 • પેરિસ-મુંબઇ
 • બ્રસેલ્સ-મુંબઇ
 • તાસ્કંદ-મુંબઇ
 • ફ્રેન્કફર્ટ-બેંગલુરુ
 • રોમ-મુંબઇ

કેવી વિચિત્રતા, કચ્છ પરથી કોઇ ડોમેસ્ટિક ફ્લાઇટ પસાર થતી નથી !
કોરોનાકાળમાં પણ કચ્છના આકાશમાંથી 50થી વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પસાર થાય છે, પરંતુ ભારતની એકપણ ડોમેસ્ટિક ફ્લાઇટ કચ્છના આકાશ પરથી ઊડતી નથી. હા, ભુજ અને કંડલા પરથી ઉડાન ભરતી ફ્લાઇટને તો કચ્છના આકાશ પરથી જ ઊડવું પડે છે, પરંતુ કચ્છ સિવાયની ભારતની એક પણ ડોમેસ્ટિક ફ્લાઇટ કચ્છના આકાશ પરથી ઊડતી નથી. કચ્છ ભારતના પશ્ચિમી છેવાડે હોવાથી ડોમેસ્ટિક ફ્લાઇટમાં તે હવાઇ રૂટમાં આવે તેમ નથી.

ભારતના હવાઇ મુસાફરીના પાયામાં કચ્છ !
વહાણવટામાં કચ્છનું નામ જાણીતું છે, પરંતુ ભારતમાં હવાઇ મુસાફરીમાં પણ કચ્છનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ભારતમાં 1932માં પ્રથમ ટપાલ માટે હવાઇ સેવા શરૂ થઇ હતી. તો તેનાં પાંચ જ વર્ષ બાદ 1937માં મુંબઇ-અમદાવાદ-ભુજ વચ્ચે હવાઇ ટપાલ સેવા શરૂ કરવામાંઆવી હતી. વળી આ સેવા એક કચ્છી સાહસિક લખપત ગામના પુરુષોત્તમ મેઘજી વલ્લભદાસ કબાલીએ શરૂ કરી હતી ! તેમણે પાઇલટનું લાઇસન્સ મેળવી આ સાહસ કર્યું હતું. કચ્છ માટે ગાૈરવ સમી વાત એ છે કે ભારતમાં વિમાન ચલાવવાનું પહેલું લાઇસન્સ જે.આર.ડી તાતાને મળ્યું હતું, પરંતુ બીજું લાઇસન્સ કચ્છના પુરુષોત્તમભાઇને બ્રિટન તરફથી આપવામાં આવ્યું હતું.

કરાચીની ફ્લાઇટ પણ ક્યારેક કચ્છ થઈને જાય છે !
કચ્છની ઉત્તર દિશાએ પાકિસ્તાન આવેલું છે તથા વાયાવ્ય દિશાએ કરાચી શહેર આવેલું છે. તેવામાં કરાચીથી કુનમિંગ (ચીન) જતી ફ્લાઇટ અથવા પૂર્વ એશિયાના દેશોમાં જતી ફ્લાઇટ ક્યારેક કચ્છ પરથી ઉડાન ભરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો