તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Kutch's 44 Colleges Will Also Have To Increase Their Seats By 50 Per Cent Amid A 50 Per Cent Shortage Of Teaching Staff

એજ્યુકેશન:કચ્છની 44 કોલેજમાં 50 ટકા ટિચિંગ સ્ટાફના અભાવ વચ્ચે 50 ટકા બેઠકો પણ વધારી પડશે

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે 60 ટકા પરિણામ પણ આ વર્ષે 100 ટકા છાત્રોને એડમિશન આપવાનુ હોતા મુશ્કેલી
  • સરકારના ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયથી છાત્રો અને વાલીઓને પ્રવેશની વધુ ચિંતા

રાજય સરકાર દ્વારા 12માં ધોરણની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરાતા સાૈથી મોટો પ્રશ્ન કોલેજો અને યુનિવર્સિટી માટે ઉભો થયો છે. કચ્છ યુનિવર્સિટી અને 44 કોલેજમાં 50 ટકા ટિચિંગ સ્ટાફ છે જયારે દર વર્ષે 12માં ધોરણની પરીક્ષાનું 60 ટકા પરિણામ હોય છે, જો કે આ વર્ષે ટિચિંગ સ્ટાફ અને 50 ટકા બેઠકો પણ વધારી પડશે.

ધોરણ 12માની પરીક્ષામાં 20 હજારથી વધુ છાત્રો બેસવાના હતા, સામાન્ય પ્રવાહના 18,500 તો વિજ્ઞાન પ્રવાહના 1786 છાત્રો પરીક્ષા આપવાના હતા જે તમામને પાસ કરવાનો નિર્ણય રાજય સરકાર તરફથી લેવામાં આવ્યો છે. આમ, 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને હવે કચ્છની જુદી જુદી 44 કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લેવાના રહેશે. સામાન્ય રીતે 12માં ધોરણનું પરિણામ 60 ટકા હોય છે, જે વિદ્યાર્થીઓને મેરીટ આધારે જુદી જુદી કોલેજમાં એડમિશન આપવામાં આવે છે. સરકારે પાસ કરવાનો નિર્ણય લીધા બાદ કચ્છ યુનિવર્સિટી, છાત્રો અને કોલેજ તમામ મુંઝવણમાં મુકાઇ ગયા છે.

બેઠક અને પ્રવેશ અંગે ઉચ્ચસ્તરેથી સૂચના મળશે
કચ્છ યુનિવર્સિટીના જવાબદારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરે એકેડમિક કાઉન્સિલની બેઠક મળશે. કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતેના નિયમોન તેમજ બેઠક વધારવા મુદ્દે ચર્ચા કરી કોલેજો પાસેથી મેળવેલા સૂચનો આધારે વધુને વધુ છાત્રોને પ્રવેશ આપી શકાય તેમજ કોઇને અન્યાય ન થાય તે રીતે નિર્ણય લેવામાં આવશે. ઉચ્ચસ્તરેથી બેઠક વધારવા તેમજ એડમિશન આવપા અંગે સૂચના આપવામાં આવ્યા બાદ જ આગળની કામગીરી આગળ હાથ ધરાશે.

ટિચિંગ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવી પડશે
કચ્છની 44 કોલેજ પૈકી 5 સરકારી કોલેજ, 6 ગ્રાન્ડ ઇન એડ અને 33 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. મોટાભાગની કોલેજમાં 50 ટકા ટિચિંગ સ્ટાફ છે. અત્યાર સુધી 60 ટકા વિદ્યાર્થીઓ માટે 50 ટકા ટિચિંગ સ્ટાફ હતુ પણ હવે 100 ટકા વિદ્યાર્થીઓ માટે 50 ટકા જ સ્ટાફ પુરતુ ન રહેવાથી સ્ટાફની ભરતી કરવી પડશે. તો સરકાર તરફથી ભરતી કરવામાં આવતી ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર પડશે.

12 હજાર છાત્રોની મર્યાદા સામે 20 હજારને કેવી રીતે પ્રવેશ મળશે
કચ્છની 44 કોલેજોમાં 10થી 12 હજાર છાત્રોને એડમિશન આપવાની મર્યાદા છે. બી.કોમ, બી.એ., બી.એસ.સી. સહિતની ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં 10થી 12 હજાર છાત્રો દર વર્ષે પ્રવેશ મેળવતા હોય છે, જયારે દર વર્ષે 60 ટકા જ છાત્રો પાસ થતા હોવાથી મેરિટ આધારે તેમને પ્રવેશ આપી દેવાય છે. જો કે આ વર્ષે 12 હજાર છાત્રોની પ્રવેશ મર્યાદા સામે 20 હજાર છાત્રો એડમિશન લેવા માટે આવશે તે પ્રશ્નનું નિરાકરણ કરવુ મુશ્કેલ બનશે.

કચ્છની 33 સેલ્ફ ફાયનાન્સ કોલેજોને બખ્ખા
પાંચ સરકારી કોલેજમાં મેરીટ લીસ્ટ આધારે પ્રવેશ અપાય છે તો એવી જ રીતે 6 ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં એડમિશન છાત્રોને મળે છે. દર વર્ષે આ 11 કોલેજમાં એડમિશન ન થયુ હોય તેવા છાત્રો સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે. જો કે, આ વર્ષે મોટાભાગના છાત્રો સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં એડમિશન મેળવશે જેથી તેમને બખ્ખા થઇ પડશે.

અન્ય સમાચારો પણ છે...