તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:કચ્છી નવા વર્ષે જગન્નનાથની રથયાત્રામાં 5 રથ જોડાઇ શકશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
  • કલેક્ટરે નિયંત્રણો સાથેનું બહાર પાડ્યું જાહેરનામું

કચ્છી નવા વર્ષ અષાઢી બીજને અનુલક્ષીને નીકળતી જગન્નનાથની રથયાત્રાને લઇને કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જરૂરી નિયંત્રણો લાદ્યા છે. જાહેરનામા મુજબ સ્થાનિક વહીવટી તંત્રઅે સંબંધિત મંદિર, ટ્રસ્ટ, અાયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. રથયાત્રા, શોભાયાત્રા નિયત માર્ગ પરથી મહત્તમ 5 રથ અથવા વાહનો સાથે નીકળશે. જો કે, તેમાં અખાડા, ટ્રક, ભજન મંડળી, બેન્ડ વગેરે જોડાઇ શકશે નહીં.

કેટલીક રથયાત્રા, શોભાયાત્રાઅો યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક વાહનો, ખલાસીઅો દ્વારા ખેંચવામાં અાવે છે, જેથી સ્થાનિક પરિસ્થિતિ નજરે ખલાસીઅોની સંખ્યા અોછી રાખવાની રહેશે અને 60થી વધુ વ્યક્તિ ભેગી થઇ શકશે નહીં. રથયાત્રામાં ભાગ લેનારા તમામ લોકોઅે 48 કલાક પહેલા અારટીપીસીઅાર કરાવવાનો રહેશે, જે નેગેટીવ હશે તો, રસીનો પ્રથમ ડોઝ લીધો હશે તો જ ભાગ લઇ શકશે.

રથયાત્રાના પ્રસ્થાન, પુનરાગમન બાદ થતી વિધિમાં ભીડ અેકત્ર ન થાય તે જે-તે સંસ્થાઅે નિયત કરવાનું રહેશે. રથયાત્રા દરમ્યાન માર્ગ પર પ્રસાદ વિતરણ થઇ શકશે નહીં. ફરજિયાત માસ્ક, સામાજિક અંતર સહિત કોરોના ગાઇડલાઇનું પાલન કરવા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...