રમત ગમત:ઇંગ્લેન્ડમાં અંડર-12 ક્રિકેટ કાઉન્ટીમાં કચ્છી સહોદરનો જ્વલંત દેખાવ

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુળ ભુજના અને છેલ્લા બે દાયકાથી લંડન સ્થાયી થયેલા કચ્છી પરીવારનો ઈંગ્લેન્ડના ક્રીકેટ જગતમાં વારસો યથાવત રહ્યો હોય તેમ ક્રીશ અને આર્યન મુકેશ કુમાર ભટ્ટે બાળ કાઉન્ટી અન્ડર-12 ક્રીકેટ કલબમાં બોલીંગ-બેટીંગ અને ફીલ્ડીંગ ક્ષેત્રે ઝળહળતું પ્રદર્શન કરીને કચ્છનું નામ વિદેશની ધરતી પર ગુંજતુ કરી દીધું છે.

ક્રિશ ભટ્ટે ઇંગ્લેન્ડ બાળ કાઉન્ટી ક્રીકેટ સિઝનમાં મે થી સપ્ટેમ્બર 2021 દરમ્યાન જુદી જુદી ટીમોની સામે 57 મેચો રમીને કુલ 837 રન 98 ની સ્ટ્રાઈક રેટથી બનાવી અન્ડર ૧૨ કાઉન્ટીની ફાઈનલ મેચમાં 19 બોલમાં ધુંઆધાર 44 રન,એડલ્ટની થર્ડ ટીમમાં 28 બોલમાં 47 ૨ન, અન્ડર 13 એરીયા મેચમાં 89 બોલમાં 56 રન સહિત બે અર્ધસદી ફટકારી સૌનુ ધ્યાન આકર્ષિત કર્યું હતું તો બોલીંગમાં 127 ઓવર્સમાં 15 મેઈડન નાખી 537 રન આપી કુલ્લ 52 વિકેટ ખેરવી ટીમનો વિજય આસાન બનાવ્યો હતો. ફિલ્ડીગમા ક્રિશ ભટ્ટે કુલ 32 કેચ અને નવ રનઆઉટ કર્યા છે.

નોર્થ મટનશાયર કાઉન્ટીમાંથી રમતા ક્રિશે માત્ર 6 રન આપીને ચાર વિકેટો ખેરવતા બેસ્ટ બોલર્સનો એવોર્ડ મેળવ્યો હતો. ક્રીશની સાથે તેના નાના ભાઈ આર્યન મુકેશ કુમાર ભટ્ટે પણ કુલ્લ 16 મેચોમાં બેટિંગ કરીને 100 ૨ન ફટકાર્યાં છે તો બોલીંગમાં 22 ઓવર્સમાં 13 વિકેટો અને ફિલ્ડીંગમાં 6 કેચ સાથે 3 રનઆઉટ કરીને ટીમની જીતમાં ફાળો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે,લંડન કાઉન્ટી ક્રીકેટમાં ભટ્ટ પરીવારની ત્રીજી પેઢીની સિદ્ધિ મેળવી છે કારણકે ક્રિશ-આર્યનના પિતા મુકેશ રસીકલાલ ભટ્ટ દોઢ દાયકાથી ઈંગ્લેન્ડ કાઉન્ટી ક્રીકેટ કલબમાં ધુંઆધાર પ્રદર્શન કરીને એશિયન ખેલાડી તરીકેના અનેકવિધ ખિતાબો મેળવી ચૂકયા છે તો દાદા રસીકભાઈ ભટ્ટ પણ રમતવીર તરીકેની નામના ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...