વિજેતા:કચ્છી જાદુગર જવાલા ઈન્ટરનેશનલ મેજીક સ્પર્ધામાં વિજેતા બન્યા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાદુગરના વિશ્વના સૌથી મોટા સંગઠન ઈન્ટરનેશનલ બ્રધરહુડ ઓફ મેજીશિયન્સ ન્યુયોર્ક દ્વારા કોવિડ–19 ના કારણે જાદુગરોની ઈન્ટરનેશનલ કોમ્પીટીશન ઓનલાઈન રાખવામા આવી હતી, જેમા ભારતમાંથી કચ્છના જાદુગર જવાલા સહિત દુનિયાના 100 દેશોના જાદુગરોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડ માટે ભારત,પાકિસ્તાન, શ્રીલંકા,ફિલિપાઈનસ,તુર્કી,ઈજીપ્ત,વિયેતનામ અને કોરીયા સહિતના 15 દેશના જાદુગરોમાંથી કચ્છ-ભુજના જાદુગર જવાલા બીજા ક્રમાંકે વિજેતા જાહેર કરાયા હતા. જેથી જાદુગર જવાલાને આ સિદ્ધિ બદલ અભિનંદન મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે,જાદુગર જવાલા નાટકના કલાકાર અને લેખક પણ છે. તેમના નાટક \” નશો ના કરશો કોઈ ” ના 150 કરતા વધારે પ્રયોગો થયા છે.ફિલ્મ સ્ક્રિન એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ કચ્છી કલાકાર છે.આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા મલ્ટી ટેલેન્ટ આર્ટીસ્ટ એવોર્ડ પણ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...