તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:કચ્છી માડુ દિનેશ ત્રિવેદી ઘણાં સમયથી તૃણમૂળ પક્ષ કરતા પોતાનો મત અલગ પાડતા હતા; મોદીની પોસ્ટને સમર્થન આપી સંકેત આપ્યો હતો

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ મિડીયા પર પ્રધાનમંત્રીની વાતમાં સુર પુરાવતા રાજકીય પંડિતોને ઇશારો મળી ગયો

મુળ કચ્છના અને હાલ પશ્ચિમ બંગાળને પોતાની રાજકીય કર્મભૂમિ બનાવનારા દિનેશ ત્રિવેદીઅે રાજ્યસભમાં પાંચ મિનિટનો સમયમાંગી રાજીનામુ અાપી દેતા હવે અનેક અટકળો વહેતી થઇ છે. અેક બાજુ તૃણમૂલ કોંગ્રેસે કોઇ વધારે પડતી પ્રતિક્રિયા અાપી નથી. તો દિનેશ ત્રિવેદીઅે પોતે રાજ્યસભામાં બેઠા-બેઠા જ અંતરઅાત્માના અવાજને અનુસરી અા નિર્ણય લીધો હોવાનું કહી બધાને ચોંકાવી દીધા છે. જોકે રાજકીય પંડીતોને પૂર્વ રેલમંત્રીની કાર્યપ્રણાલી જોઇને શંકા ઉત્પન થઇ ગઇ હતી. ખાસ તો બુધવારે જ પ્રધાનમંત્રીના સંસદના અેક ભાષણમાં ખાનગીકરણ અંગેની પોસ્ટને ત્રિવેદીઅે સોશિયલ મીડિયામાં સમર્થન અાપ્યું હતું ! ત્યારે જ તેઅોઅે ઇશારો અાપી દીધો હતો.

અા અંગે મળતી વિગતો મુજબ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તેની સામે મમતા બેનર્જીના પક્ષમાંથી અેક પછી અેક કદાવર નેતાઅો વિદાય લઇને ભાજપમાં જોડાઇ રહ્યાં છે. છેલ્લે તેમા કચ્છીમાડુ દિનેશ ત્રિવેદીનું નામ જોડાયુ છે. કઇ પણ છૂપાવ્યા વિના તેઅોઅે સ્પષ્ટ કહી દીધુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઅોના મિત્ર છે. અને અાગામી દિવસોમાં પોતે કઇ દિશામાં જોય છે તેનો વિચાર કરી રહ્યાં છે. દિનેશ ત્રિવેદીની ગણતરી અેક બાૈદ્ધિક નેતા તરીકેની થાય છે.

સોશિયલ મિડીયામાં પણ પોતાના મંતવ્યો રજૂ કરતા રહે છે. ખેડૂત અાંદોલન અને બીલ અંગે પણ તેઅો સોશિયલ મિડીયામાં પોતાના વિચારો રજૂ કરવાની સાથે પ્રધાનમંત્રીને પણ ટેગ કરતા હોય છે. પરંતુ હાલમાં તેઅોની ભાષા અને મંતવ્યો ટીઅેમસી અને ભાજપની વચ્ચે રહે તેવી રહેતી હતી. જેના પગલે રાજકીય વિશ્લેષકોને શંકા ગઇ હતી. ત્યારબાદ બુધવારે પ્રધાનમંત્રીઅે લોકસભામાં અાપેલા પ્રવચનની સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટ પર દિનેશ ત્રિવેદીઅે પણ જવાબ અાપી સમર્થન કર્યું હતું. તૃણમૂળ જેવા પક્ષમાંથી કોઇ નેતા ભાજપ કે પ્રધાનમંત્રીની વાતને સમર્થન અાપે તે અસામાન્ય હોય છે. દિનેશ ત્રિવેદીની અા પોસ્ટ પરથી જ તે રાજીનામુ અાપી શકે છે તેવી અટકળો વહેતી થઇ હતી.

કોંગ્રેસમાંથી ટીએમસી વાયા જનતાદળ, હવે ?
2016માં શ્રષ્ઠ સાંસદનો અેવોર્ડ મેળવનારા દિનેશ ત્રિવેદીઅે પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસમાંથી 1980માં શરૂ કરી હતી. જોકે દસ વર્ષ બાદ 1990માં તેઅો જનતાદળમાં જોડાઇ ગયા હતા. અહીં પણ તેઅો માત્ર અાઠ વર્ષ રહ્યા બાદ 1998માં મમતા બેનર્જીઅે બનાવેલા પક્ષ તૃણમૂળ કોંગ્રેસમાં જોડાયા હતા. મમતા બેનર્જીના તેઅો વિશ્વાસુ બન્યા હતા. હવે તેઅોઅે ટીઅેમસીના કોટામાંથી રાજ્યસભામાંથી પણ રાજીનામુ અાપ્યું છે. તેઅો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો