તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:મુંબઇમાં કચ્છી હાઇકુ સંગ્રહ ‘ગડખી’નું વિમોચન કરાયું

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છી અગ્રણીઓ દ્વારા કવયિત્રી કોકીલા ગડાનું સન્માન કરાયું

થાણા, મુંબઇ ખાતે તાજેતરમાં કચ્છી કવયિત્રીના પ્રથમ કચ્છી હાઇકુ સંગ્રહ ‘ગડખી’નું વિમોચન કરાયું હતું.મહિલા સર્જક કોકીલા જયંત ગડા ‘કોકી’ના પ્રથમ કચ્છી હાઇકુ સંગ્રહ ‘ગડખી’નું વિમોચન મણીલાલ ખીમજી ગાલા, જયંત ભવાનજી ગડાના હસ્તે કચ્છી સર્જકોની હાજરીમાં કરાયું હતું.

પ્રારંભે કીર્તિ મહેતાના નવકારમંત્ર, સરસ્વતી વંદના બાદ જયંત ગડા, વિજ્ઞેશ ભેદા, કવિ કાંત, વનિતાબેન ગાલા, ભવાનજી ગડા (પ્રમુખ ગુંદાલા મુંબઇ મહાજન)એ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સ્વાગતગીત કેતના છેડા, મનિષા વીરા, ધર્મિષ્ઠા દેઢિયા, ચેતના શાહ, મનિષા ગાલા, જ્યોત્સના સંગોઇ, કલ્પના પોલડિયા, હેમા સોનીએ રજૂ કર્યું હતું.

હર્ષ ગડાએ મહેમાનોને આવકાર્યા હતા. પુસ્તક પરિચય લક્ષ્મીચંદ ગોગરી, રસાસ્વાદ હરેશ દરજી અને પ્રાસંગિક ઉદ્દબોધન ડો. વિસન નાગડાએ કર્યું હતું. સર્જક કોકિલા ગડાએ સર્જક પ્રતિભાવ આપતા સર્જનકાળના વિવિધ પડાવોની ચર્ચા કરી ઉપયોગી સર્વેનો આભાર માન્યો હતો. આ તકે કવયિત્રીનું બહુમાન કરાયું હતું. ડો. વિશન નાગડા, વસંત મારૂ, જાસ્મિન વી. ગાલા, મનિષા એમ. ગાલા, જ્યોત્સના સી. સંગોઇ, બાબાલાલ આર. દેઢિયા, પરેશ ડી.શાહ, દિના એમ. ગાલા, કાંતિલાલ કે. સાવલા, રમણિક મામણિયા, કાવ્યા એચ. દરજી, હસમુખ ધરોડ, મંથન ગડા સહિતનાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો