કોન્ટેસ્ટ:મહાત્મા ગાંધી પર ‘વિડિયો બ્લોગિંગ કોન્ટેસ્ટ’ માં કચ્છી ફિલ્મ સર્જક વિનોદ ગણાત્રા બન્યા જયુરી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેક્સિકો ભારતીય દૂતાવાસ આયોજિત આ સ્પર્ધામાં 60 બાળકોએ ભાગ લીધો

મહાત્મા ગાંધીની વિચારધારાને વિશ્વ સ્તરે તમામ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે મેક્સિકો ખાતે ભારતીય દૂતાવાસ આયોજિત અને ઇન્ડિયન કલ્ચર તથા ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલના સહયોગથી ‘વિડિયો બ્લોગિંગ કોન્ટેસ્ટ’ યોજાઈ હતી. જેમાં સાઈઠ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ શોર્ટ ફિલ્મોમાં શ્રેષ્ઠ ત્રણ ફિલ્મ નિર્ણિત કરવા ત્રણ જ્યુરીમાંના એક કચ્છી ફિલ્મ સર્જક વિનોદભાઈ ગણાત્રાને પસંદ કરાયા હતા. ગાંધીજી પર અલગ અલગ વિષય આધારિત બનેલી ફિલ્મ પર વિનોદભાઈ સાથે બેતુલ મુખતિયાર, સુભાષ સહેગલ નિર્ણાયક તરીકે રહ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર ભારતના વિવિધ પાસાઓને વિશ્વ સમક્ષ મૂકી દેશની ઓળખ આપે છે. મેક્સિકો ખાતે યોજાયેલ આ ઓનલાઇન સ્પર્ધા અંગે વાત કરતા કચ્છી ફિલ્મ સર્જક વિનોદ ગણાત્રા જણાવે છે કે, આ શ્રેણીમાં મે 87મી વખત નિર્ણાયક તરીકે સેવા આપી છે. સ્પર્ધામાં આવેલી સાઈઠ શોર્ટ ફિલ્મમાં સૌથી શ્રેષ્ઠ ત્રણ જે નક્કી કરાઇ તેમાં સૌપ્રથમ સ્થાન મેળવ્યું ‘ધ લેગેસી ઓફ ગાંધી’ , દ્વિતીય ‘થ્રી વાઈઝ મંકીઝ’ અને તૃતીય ‘ગાંધી ઇન્સ્પાયર્સ મી ‘. તે ઉપરાંત બે ફિલ્મને લેટર ઓફ એપ્રિશિયેશન અપાયું હતું.

આંતર રાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી તેવી બે ફિલ્મ ‘હેડા હુડા’ અને ‘હારુન અરુણ’ ને અનેક એવોર્ડ મળ્યા હતા. આંતર રાષ્ટ્રીય ફલક પર જેનું બહુ મોટું નામ છે એવા લીવ ઉલ્મન પીસ પ્રાઈઝ મેળવનાર ‘હારુન અરુણ’ ફિલ્મના એકમાત્ર ભારતીય દિગ્દર્શક વિનોદભાઈ ગણાત્રા છે. બાળકોની વિશિષ્ટ વિષય પર નિર્મિત આ બંને ફિલ્મ વિશ્વ સમક્ષ સુંદર ઉપદેશ આપતી ફિલ્મ સિદ્ધ થઈ હતી

અન્ય સમાચારો પણ છે...