તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:કુંભમેળામાં જતા કચ્છી શ્રધ્ધાળુઓને કોવિડની તકેદારી રાખવા તાકીદ

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

હરિદ્વારા ખાતે 27/2થી 27/4 સુધી યોજાનારા કુંભ મેળાથી કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. કચ્છમાંથી ભાગ લેવા જનારા ભાવિકો તેનું પાલન કરે તેમ તંત્રે તાકીદ કરી છે. 65 વર્ષથી મોટી ઉંમરની વ્‍યકિત અને 10 વર્ષ થી નાના બાળકો, ડાયાબીટીક, બ્‍લડપ્રેસર, હદય, કિડની, ફેંફસા-મગજ, કેન્સર કે અન્ય બિમારીવાળા વ્યકિતઓ તેમજ સગર્ભાબહેનોએ આ મુલાકાત ટાળવી હિતાવહ છે.

કુંભમેળામાં પ્રવેશ કરતી વખતે નિયત નમુનામાં આરોગ્‍યનું પ્રમાણપત્ર તેમજ 72 કલાક પહેલાનો RTPCR રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. મુલાકાત પહેલાં ઉતરાખંડ સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે તેમ કચ્છના તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો