કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા ગ્રામીણ પ્રવાસન થીમ પર યોજાયેલી વીડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી સ્પર્ધામાં દેશભરના હજારોની સંખ્યામાં સ્પર્ધકોઅે ભાગ લીધો હતો, જેમાં કચ્છી સ્પર્ધક પ્રથમ નંબરે વિજેતા બન્યો હતો. વીડિયોગ્રાફી સ્પર્ધામાં કચ્છના યુવા વિશ્વ પ્રવાસી વરૂણ ઉર્મિશ સચદેઅે 57 સેકન્ડના વીડિયોમાં અોડિસા અને છત્તીસગઢના ગ્રામીણ તથા અાદિવાસી વિસ્તારોની જીવનચર્યા, રીત-રિવાજોનું ફિલ્માંકન કર્યું હતું, જેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
વરૂણે થોડા વર્ષ પહેલા કાશ્મીરના અાતંકવાદી પ્રભાવિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. તો ગત વર્ષે છતીસગઢના નક્સલ પ્રભાવિત અાદિવાસી વિસ્તારોમાં ફરી ત્યાંની લોક સંસ્કૃતિ, લોકજીવન, સ્થાનિક જંગલ, વનસ્પતિઅોના જ્ઞાન પર અભ્યાસ કરી તેનું દસ્તાવેજીકરણ કર્યું છે. અા પ્રવાસ દરમ્યાન કરેલી વીડિયોગ્રાફીના કેટલાક અંશોનું સંકલન કરીને રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં મોકલાયું હતું, જેને પ્રથમ સ્થાન મળ્યું છે.
અમેરિકામાં સોફ્ટવેર અેન્જિનિયરની નોકરી છોડી વિશ્વ પ્રવાસની દુનિયામાં કદમ
વરૂણે અમેરિકામાં સોફ્ટવેર અેન્જિનિયર તરીકેની નોકરી છોડીને વિશ્વ પ્રવાસની દુનિયામાં કદમ મૂક્યા છે. છેલ્લા 7 વર્ષમાં તેણે 33 દેશો, ભારતના 22 રાજયોમાં ભ્રમણ કર્યું છે. પોતાના પ્રવાસ દરમ્યાન તેમણે લુપ્ત થતી પ્રજાતિઅો, ભાષાઅો, સંસ્કૃતિઅો, અાદિવાસીઅોની જીવનચર્યા વગેરેનું દસ્તાવેજીકરણ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.