કાર્યક્રમ:કેનેડા સ્થિત રેડિયો પર કચ્છી ઉદ્યોગપતિ કરશે ‘ગરવી ગુજરાત’ વિષય પર ચર્ચા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવા પર કરાશે આહવાન
  • અમદાવાદથી સૃષ્ટિ ​​​​​​​ભારતના પ્રમુખ અને વાઇબ્રન્ટ ગુજરાત એન.આર.આઇ એમ્બેસેડર અનાર મહેતા જોડાશે

કેનેડા અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બને તેમજ સંભાવનાઓ પર સરકાર સાથે મધ્યસ્થી તરીકે કામ કરતી એનજીઓમાં મહત્વનો રોલ અદા કરતા કચ્છી ઉદ્યોગપતિ હેમંત શાહ સ્થાનિક રેડિયો ચેનલ પર ગુજરાતી ફિલ્મ સર્જક માટે ત્યાં કઈ રીતે પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તેની ચર્ચા કરશે. આજના સમયે ગુજરાતી ફિલ્મોએ પોતાનું ધોરણ ઘણું સુધાર્યું છે, ત્યારે માત્ર દેશના વિવિધ લોકેશન પર નહિ, પરંતુ વિદેશની ધરતી પર પણ નિર્માણ કરે તેવું ઇજન આપ્યું હતું.

કેનેડા સ્થિત CHIN રેડિયો ચેનલ કે, જેના પરથી દર શુક્રવાર અને શનિવારે સાંજે 7 થી 8 એક કલાક ખાસ ગુજરાતીઓ માટે ‘ ગરવી ગુજરાત ‘ પ્રોગ્રામ પ્રસારિત થાય છે. જેમાં માટે ગુજરાતી સંસ્કૃતિ, સમાજ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા અને વિચારણા કરવામાં આવે છે. આમંત્રિત કરવામાં આવેલા કચ્છી ઉદ્યોગપતિ હેમંત શાહ કેનેડાથી જણાવે છે કે, અમે ઘણા વર્ષોથી ભારત - કેનેડા વ્યાપાર માટે ઉત્કર્ષ કઈ રીતે થાય તે અંગે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ. ત્યારે રેડિયો પર રાઉન્ડ ટેબલ ચર્ચા કરવામાં આવનાર છે. પ્રવર્તમાન સમયમાં ફિલ્મ ઉદ્યોગ પણ ઝડપથી વિકસતું ક્ષેત્ર છે.

તેમાંય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક નવી પહેચાન બનાવી રહ્યું છે. મોટી બજેટની ફિલ્મ અને વિશિષ્ટ વિષય વસ્તુ સાથે બનતી ગુજ્જુ ફિલ્મ માટે કેનેડા પસંદગીનું લોકેશન બને તે માટે વાત કરાશે. આ માટે કેનેડા સરકાર સાથે મંત્રણા કરી કઈ રીતે ફાયદાકારક બની શકાય તેની ચર્ચા કરાશે. હેરિટેજ, સંસ્કૃતિ, સંગીત અને પર્ફોર્મિંગ આર્ટ્સને પ્રોત્સાહન અને સમર્થન આપવું, ભારતીય કલા સ્વરૂપો પર ભાર મૂકવો અને આ ક્ષેત્રમાં કેનેડા-ભારત ભાગીદારીને પ્રોત્સાહન આપવું તે વિષય મુખ્ય રહેશે.

એપિસોડમાં હેમંત શાહ (વિનીપેગ, મેનિટોબા, કેનેડા) તેમજ ચિરાગ શાહ, ટોરોન્ટો અને અમદાવાદથી સૃષ્ટિ ભારતના પ્રમુખ અને વાઇબ્રન્ટ ગુજરાત એન.આર.આઇ એમ્બેસેડર અનાર મહેતા પેનલમાં પસંદ કરાયા છે. પંજાબી ફિલ્મો અને ટીવી સીરિયલ વર્ષોથી બની રહી છે, ત્યારે કેનેડામાંઆજ સુધી એક પણ ગુજરાતી ફિલ્મ કે ટીવી સીરિયલનું નિર્માણ નથી થયું. ઈન્ડો-કેનેડિયન જોઇન્ટ વેન્ચર ફિલ્મની કેનેડા સરકારની ટ્રીટીનો ફાયદો લેવો જોઈએ.

સામાજિક સમુદાય માટે કાર્યરત ગરવી ગુજરાત
વૈદિક સંસ્કૃતિ અને ગરવી ગુજરાત (GAC) કેનેડાની બિન-લાભકારી સંસ્થાઓ છે. સામાજિક સમુદાયની સેવા કરવા, ભારત-કેનેડા સંબંધોને આગળ વધારવા, કેનેડામાં ગુજરાતને પ્રોત્સાહન આપવા માટે ઘણા જુદા જુદા ઉદ્દેશ્યો સાથે કાર્યરત છે. મીડિયાના ભાગરૂપે આઉટરીચ, ગરવી ગુજરાત રેડિયો હોસ્ટ કરે છે. CHIN રેડિયો પર દર શુક્રવાર અને શનિવારે સાંજે 7-8 PM EST ની વચ્ચે એક અનોખો ગુજરાતી ભાષાનો રેડિયો કાર્યક્રમ પ્રસારિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...