રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોનાએ માથું ઊંચક્યું છે,બીજી લહેર મંદ પડ્યા બાદ રોજ જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો આવતા હતા જોકે ઓમિક્રોન વેરીએન્ટના સ્વરૂપે ફરી કોરોનાએ ઉથલો માર્યો જેના કારણે જિલ્લામાં પણ કોવિડ પોઝીટીવ કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.જિલ્લામાં બીજી લહેર બાદના 6 મહિનામાં જેટલા કેસ આવ્યા તેનાથી બમણા જાન્યુઆરી માસમાં જ નોંધાઇ ગયા છે.કોરોનાની આ ત્રીજી લહેર બીજી લહેર કરતા ઘણી ઝડપી હશે જેના કારણે આ વેવમાં ઝડપથી પિક આવી જશે.
માર્ચ 2020માં કચ્છમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ આ જીલ્લો ઘણી વખત કોરોનામુક્ત બની ગયો પણ કોવિડના ચક્રવ્યૂહમાં સપડાઈ પણ જાય છે.જિલ્લામાં કોવિડની પ્રથમ લહેરમાં 4500 જેટલા લોકો સંક્રમિત બન્યા હતા,જ્યારે માર્ચથી બીજી લહેર શરૂ થઈ અને જુન સુધીમા તો વધુ 7 હજારથી વધુ લોકો સંક્રમિત બની ચુક્યા હતા.હાલમાં જ્યારે આ ઓમિક્રોન વેરીએન્ટની ત્રીજી લહેર ડિસેમ્બરના અંતથી શરૂ થઈ છે તેમાં જિલ્લામાં દરરોજ 150 થી 200 કેસ આવ્યા બાદ પિક આવશે અને 15 દિવસમાં જ કેસો ઘટવાની શરૂઆત સાથે કોવિડની લહેરનો અંત આવી જશે તેવું તજજ્ઞોએ જણાવ્યંુ હતું.
25 થી 30 ટકા લોકોમાં કોવિડનું સંક્રમણ ફેલાવવાની શકયતા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ 70 ટકા લોકોમાં વાયરસનો ફેલાવો કરે છે. બીજી લહેરમાં રસી લેવા માટે લોકો આગળ આવ્યા ન હોવાથી ઘાતકતા જોવા મળી હતી, જોકે બાદમાં વેક્સિન લેવા માટે લોકો તંત્રની મહેનતથી આગળ આવ્યા જેના કારણે જિલ્લામાં 90 ટકાથી વધુ લોકોએ બન્ને ડોઝ મુકાવી લીધા છે જેથી રસી મુકાવેલા લોકોમાં સંક્રમણ થવાની શક્યતા ઓછી છે. માત્ર રસી મુકાવનારા 15 થી 20 ટકા અને જે લોકોએ વેક્સિન મુકાવી નથી તેવા મળી જિલ્લામાં 25 થી 30 ટકા લોકોને જ વાયરસનો સામાન્ય ચેપ લાગશે. જેમાં મોટા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે જેથી લહેર ઘાતક સાબિત નહીં થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.