તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છનું યોગદાન:કાશ્મીરના માલધારીઓના વિકાસ, કલ્યાણમાં કચ્છનું યોગદાન પણ હશે!

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘાટીના માલધારીઓને પણ દેશના અન્ય રાજ્યો જેવા લાભો મળશે

ભુજ ભારત સરકારના જનજાતિ કાર્ય મંત્રાલય દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ ગઠીત એકસપર્ટ સમિતિના ભાગરૂપે કચ્છની સહજીવન – સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સંસ્થા દ્વારા જમ્મુ કાશમીર રાજયના વિચરતા માલધારી સમુદાયો સાથે રૂબરૂ બેઠકો કરી તેમની પરિસ્થિતિ વિશે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે અહેવાલ હવે કેન્દ્ર સરકારને રજુ કરવામાં આવશે. આ રીતે કાશ્મીરના માલધારીઓના વિકાસ અને કલ્યાણના કાર્યો માટે કચ્છનું યોગદાન રહેશે.

આ એકસપર્ટ સમિતિમાં સહજીવન ઉપરાંત ઓરીસ્સા, દિલ્હી અને યુએનડીપીના અધિકારી સહીત ચાર સભ્યોની ટીમ દ્વારાતા. 29 માર્ચ થી 1 એપ્રિલ એમ ચાર દિવસ વિવિધ જિલ્લામાં વિચરતા માલધારીઓ સાથે બેઠકો કરવામાં આવી હતી. આદિજાતિ અને અન્ય પરંપરાગત વનનિવાસી વન અધિકારોની માન્યતા ધારો-2006 છેલ્લા 15 વરસથી સમગ્ર દેશમાં અમલ હેઠળ છે, પરંતુ 370 કલમ હટયા પછી હવે છેલ્લા એક વર્ષથી આ કાયદાનો અમલ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં થઈ રહ્યો છે, પરંતુ માળખાકીય સુવિધાઓ, જાગૃતિ અને સંશાધનોની કમીને કારણે માલધારીઓ માટે આ કાયદાના અમલમાં ઘણી મુશ્કેલીઓ સામે આવી રહી છે.

આ બાબતે રસહજીવન સંસ્થા દ્રારા જનજાતિ કાર્ય મંત્રાલયને એકસપટ કમિટીની રૂબરૂ વિઝીટ કરવા રજુઆત કરાઇ હતી. મંત્રાલય દ્વારા ચાર સભ્યોની પેનલ બનાવવામાં આવી હતી. જેમાં સહજીવના પ્રોગ્રામ ડાયરેકટર અને એકસપર્ટ સમિતિના સભ્ય એવા રમેશ ભટ્ટી ચાર સભ્યોની ટીમમાં જોડાયા હતા.આ ચાર દિવસીય મુલાકાત દરમ્યાન કાશ્મીરના કુપવાડા, તરાલ, અનંતનાગ અને બડગામ જિલ્લાઓમાં સ્થાનિક બક્કરવાલ, ગુજજર, ડોગરા અને કાશ્મીરી માલધારીઓ સાથે બેઠકો દરમ્યાન કેટલાક અગત્યના મુદ્દાઓ સામે આવ્યા હતા.

આ કાયદાનો અમલ થવાથી સ્થાનિક માલધારીઓને ખુબ મોટી આશા જાગી છે અને સીત્તેર વરસ પછી તેમના ચરીયાણના હકકો, જંગલમાં રહેવાના હકકો અને કેટલેક અંશે ખેતી કરવાના હકકોને કાયદેસર રીતે માન્યતા આપવાની પ્રક્રિયા શરૂ થઇ છે. આ યોજનામાં કેટલાક વહીવટી મુદ્દાઓ પણ સામે આવ્યા હતા, જે બાબતે વિસ્તૃત અહેવાલ તૈયાર કરી ભારત સરકારને રજુ કરવામાં આવશે અને તે પ્રમાણે કાયદાની ગાઇડલાઇનમાં જરૂરી મુદ્રાઓ સામેલ કરવામાં આવશે.

આ મુલાકાત દરમ્યાન કુપવાડા અને બડગામ જિલ્લાના કલેકટર, કમિશનર અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મીટીગ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. શ્રીનગર સચિવાયલ ખાતે રાજ્યના આદિજાતિ સચિવ, ડાયરેકટર આદિજાતિ વિભાગ તેમજ અન્ય અધિકારીઓ સાથે મીટીગ કરી આ આધિકારીક મુલાકાતમાં સામે આવેલા મુદ્દાઓ અંગે અવગત કરવામાં આવ્યા હતા.

કચ્છના માલધારીઓના ઉદાહરણ અપાયા કચ્છમાં બન્નીના માલધારીઓ અને ઊંટના માલધારીઓ દ્વારા તૈયાર કરાયેલ સામુદાયિક વન અધિકારના દાવાની પ્રક્રિયા અને તેના અનુભવો અંગે પણ ત્યાના માલધારીઓને અવગત કરવામાં આવ્યા હતા. આ રીતે જમ્મુ-કાશમીર રાજમાં કલમ 370 હટ્યા પછી ત્યાંના માલધારીઓને દેશના અન્ય માલધારીઓની જેમ જ ભારતના પ્રવર્તમાન કાયદાઓ અને યોજનાઓનો લાભ મળે તે માટે સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલીગુમ કેન્દ્ર સરકારને અહેવાલ આપી જરૂરી રજુઆતો કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો