તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:કચ્છની જળસીમાની સુરક્ષા દેશની સલામતી માટે મહત્વની, પોલીસ મહાનિર્દેશકનો એજન્સીઓ સાથે વિચારવિમર્શ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાપાક તત્વોની ઘુસપેઠ પર રોક લાવવા તાલમેલ જરૂરી

સુરક્ષાની દ્રષ્ટીઅે દેશ માટે અતિ મહત્વના અેવા સરહદી કચ્છ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે અાવેલા ગુજરાતના ડીજી આશિષ ભાટિયાઅે રેન્જ કક્ષાના ચાર જિલ્લાઅોના અધિકારીઅો સાથે મંગળવારે અંજારના વરસામેડી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ રીવ્યુ બેઠક યોજી હતી. બાદમાં માંડવી ખાતે નાઇટ હોલ કર્યા બાદ બુધવારે કચ્છના સરહદી દરીયાઇ સીમાના પીંગલેશ્વરથી લઈને જખૌ, કોટેશ્વર સુધીના પોલીસ સ્ટેશન, બીએસએફની મરીન પોલીસ સ્ટેશન અને ચોકીઓ સહિત સુરક્ષા એજન્સીઓ સાથે ખાસ મુકાલકાત કરીને તમામ અેજન્સીઅોઅે અરસપર તાલમેસ સાધી સુરક્ષા જડબેસલાક બનાવવા ચર્ચા કરી હતી.

બુધવારે સવારે ગુજરાતના ડીજી આશિષ ભાટિયા સરહદી વિસ્તારના માંડવી મરિન પોલીસ મથક બાદ પીંગલેશ્વરથી લઈને બપોરે લકીનાળાથી ક્રીકમાં નિરક્ષણ કર્યું હતું. કચ્છ સામે પાર હલચલ અને હજુ પણ બિન વારસુ ચરસના પેકેટ મળી અાવે છે. ત્યારે મોટા ભાગનો સમય ડીજી અાશિષ ભાટિયાઅે સરહદ પર કાર્યરત રહીને બીઅેસઅેફમાં વિતાવ્યો હતો. બીઅેસઅેફના અધિકારીઅો સાથે અલગ અલગ જગ્યાઅે જાત નિરક્ષણ કરીને ચર્ચા કરી હતી. અને તમામ અેજન્સીઅોઅે તાલમેલ સાથે સરહદ પરની ગતીવિધી પર બાઝ નજર રાખી દેશની સલામતી સુરક્ષા મજબુત બનાવે તેવો કોલ અાપ્યો હતો. અેજન્સીઅોની મુકાલકાત બાદ ડીજી કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ નારાયણ સરોવરના દર્શન કરીને પરત ફર્યા હતા. તેમની સાથે કચ્છ બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલિયા, પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ, નારાયણ સરોવર પોલીસ મથકના પીઅેસઅાઇ યોગેન્દ્રસિંહ ઝાલા, બીઅેસઅેફના અધિકારીઅો સાથે રહયા હતા.

અાજે હરામીનાળાનું નિરીક્ષણ કરશે
બુધવારે લકકી નાળા ક્રીકનું નિરક્ષણ કર્યા બાદ સુત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારના અતિ સંવેદનશીલ અેવા લખપતના હરામીનાળાનું જાત નિરક્ષણ કરશે, હમીરનાળાની સામે ચિની કંપનીઅો બેઠી છે. અને ઘુસણખોરી માટે હરામી નાળા વિસ્તાર કુખ્યાત છે તો, સામેપાર માછીમારો મોકો મળતાં ઘુસપેઠ કરવા ટાપી બેઠા હોય છે. તેવા તમામ પાસા જોતા સરહદી વિઝીટનું મહત્વ વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો