તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:કચ્છનો પાણી પુરવઠા વિભાગ 3 ડિઝલ જનરેટર સેટની ખરીદીમાં શંકાના દાયરામાં

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાની ઇમરજન્સી કંટીજન્સીમાંથી 27 લાખના બિલની રકમ ચૂકવાઇ: સેટ અમરેલી મુક્યા !

વિવિધ ભ્રષ્ટાચારના મુદ્દે થોડા થોડા સમયે ચમકતા રહેતા કચ્છના પાણી પુરવઠા વિભાગની હરકત શંકાના દાયરામાં આવી છે. જો કે, કરોડો રૂપિયાની કિંમતના બિલ ઉધારતા અધિકારીઓએ માત્ર સત્તાવીસ લાખની જ ગરબડ કરી હોવાની શંકા જાગી છે. પણ મજાની વાત એ છે કે, વાવાઝોડાને કારણે જરૂરી બનેલા ડીઝલ જનરેટર સેટ કચ્છમાં ખરીદાયા અને અમરેલી મુકાયા. પ્રશ્ન એ થાય કે શું અમરેલીમાં પાણી પુરવઠા વિભાગ નથી ?

પખાડિયા અગાઉ તાઉ તે વાવાઝોડું આવ્યું. કચ્છમાં તો કોઈ ખાસ નુકસાન ન થયું, પણ દરિયા કાંઠે અમરેલી જિલ્લામાં અનેક પ્રકારના નુકસાન થયા. વીજ પુરવઠો બંધ થયો. અનેક જગ્યાએ પાણી ભરાતા ડી વોટરિંગ કરવું પડે તેમ હતું, જે માટે ગુજરાત સરકારે આફત વખતે ફાળવતી હોય એમ ઇમરજન્સી કંટીજન્સી ફાળવી.

કચ્છમાં આ રકમમાંથી ત્રણ ડીઝલ જનરેટર સેટ ખરીદાયા. ખરીદાયા તો ભલે, પણ આવ્યા કે તરત અમરેલી મૂકી દેવાયા. અને આ ત્રણ સેટના કુલ સત્તાવીસ લાખના બિલ પણ ચૂકવાયા. સવાલ એ થાય કે અમરેલીમાં પાણી પુરવઠા વિભાગ બંધ થઈ ગયો છે કે, અહી ભ્રષ્ટાચાર કરવા માટે ખરીદી થઇ. જો કે, આ સેટની બહાર કિંમત કેટલી હોઈ શકે અને તે માટે પાણી પુરવઠા વિભાગે કેટલા ચૂકવ્યા તે તપાસનો વિષય છે.

બધી વિગત જોઈએ તો આરટીઆઈ કરો : મુખ્ય ઇજનેર
કરોડોના ભ્રષ્ટાચાર કરીને ઉપર સુધી સાચવતા અને મંત્રીઓને પણ ફંડિંગ કરતા ભ્રષ્ટ અધિકારીઓ વર્તમાન પત્રને માહિતી આપવાનું ટાળે છે એનો તાજો દાખલો પાણી પુરવઠા વિભાગમાં બન્યો. નિવૃત્ત કાર્યપાલક ઇજનેર અને હાલ ‘કોન્ટ્રાક્ટ’ પર ફરીથી ફરજ પર આવેલા એ.જે. લધ્ધર કચ્છમાં અનેક બોર બનાવનાર અધિકારી તરીકે જાણીતા છે.

27 લાખના બિલ અંગે પૂછતાં અરજી કરવા જણાવ્યું, તો મુખ્ય અધિકારી એ.જી.વનરાએ તો આરટીઆઈ કરવા જ જણાવી દીધું. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મંગાતી માહિતી પણ યોગ્ય ન આપનાર આ અધિકારીમાહિતીઓ છૂપાવતા હોવાથી સાચી વિગત લોકો સુધી કઈ રીતે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...