તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:કચ્છ યુનિવર્સિટીનો ફી માફીનો ફતવો વિદ્યાર્થીઓ માટે લોલીપોપ સમાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં માતા-પિતા બંને ગુમાવનાર છાત્રને જ અા લાભ મળશે
  • અન્ય યુનિવર્સિટીની સાથે અાદેશ થયો છે, ભવિષ્યમાં તે પ્રમાણે સુધારો થશે : કચ્છ યુનિ. કુલસચિવ

કોરોના મહામારીમાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીની ફી માફ કરવાનો નિર્ણય કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાયો છે, અેકાદ કિસ્સો સામે અાવે તેમ છે જેમાં કોરોનાને કારણે માતા-પિતા બંને ગુમાવવા પડયા હોય. માતા કે પિતા બંને માંથી અેક ગુમાવ્યા હશે તો અા લાભ મળવાપાત્ર રહેશે નહીં. અામ, કચ્છ યુનિવર્સિટીની અા ફી માફીનો ફતવો વિદ્યાર્થીઅો માટે લોલીપોપ સમાન છે.

કોરોના મહામારીના કારણે માતા-પિતા બંને ગુમાવનાર વિદ્યાર્થીઅોની કોલેજ અને યુનિવર્સિટીની તમામ ફી માફ કરવામાં અાવશે તેવી જાહેરાત કચ્છ યુનિવર્સિટી દ્વારા કરવામાં અાવી છે. અા અંગે કુલસચિવ જી. અે. બુટાણી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અન્ય યુનિવર્સિટીઅો તરફથી અાદેશ થતા કચ્છ યુનિવર્સિટી તરફથી પણ જાહેરાત કરવામાં અાવી છે.

અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં અાવા બનાવ બન્યા હશે કે જેમાં વિદ્યાર્થીઅે કોરોનામાં માતા-પિતા બંને ગુમાવ્યા હોય. બાકી કચ્છમાં અેવો કોઇ બનાવ હજુ સામે અાવ્યો નથી તે વાતને સમર્થન પણ અાપ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અા ફી માફીના પરીપત્રમાં અાવનારા દિવસોમાં સુધારા વધારા પણ કરવામાં અાવશે.

પિતાનંુ મૃત્યું થયું હોય તો સમાવી લેવા જોઇઅે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના અક્ષય ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વિદ્યાર્થીઅે માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા કિસ્સા શોધવા મુશ્કેલ છે, અને યુનિવર્સિટી દ્વારા જે પરિપત્ર થયો છે તેમાં માતા-પિતા બંને મરણ ગયેલ હોય તો ફી માફીનો લાભ અપાશે તેવુ લખાયું છે. પિતા પરિવારના અાર્થિક સ્તંભ છે જેથી કોરોનામાં પિતા ગુમાવવા પડયા હોય તેવા છાત્રોને અા ફી માફીનો લાભ અાપવા માટે સમાવી લેવા જોઇઅે.

અન્ય સમાચારો પણ છે...