તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:કચ્છ યુનિવર્સિટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ચેનલ શરૂ કરવાની તજવીજમાં

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરબેઠા તાલીમ આપી શકાશે

કોરોના મહામારીના કારણે ઓનલાઇન એજ્યુકેશનની ટેવ છાત્રો અને શિક્ષકોને પડી ગઇ છે, અમુક વર્ગની પરીક્ષાઓ પણ ઓનલાઇન જ લેવાય છે. હવે કચ્છ યુનિવર્સિટી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઓનલાઇન યુટ્યુબના માધ્યમથી કરાવવા માટે તજવીજ હાથ ધરી રહી છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વિનામુલ્યે ટ્રેનિંગ આપી શકાય તે માટે ચેનલ શરૂ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન ચેનલ અન્ય યુનિવર્સિટીએ શરૂ કરી છે ત્યારે કચ્છ યુનિવર્સિટી પણ હવે યુટ્યુબના માધ્યમથી છાત્રોને ઓનલાઇન તૈયારી કરાવશે. ચેનલમાં જુના વિડીયો નહીં પરંતુ દરરોજ જુદા જુદા વિષયના એક્સપર્ટના લેકચર ગોઠવાશે અને કેટલા દિવસ પ્રસારણ થશે તે નિર્ણય વિચારણા હેઠળ છે. છાત્રો કોઇપણ ફી કર્યાવગર લેટેસ્ટ માર્ગદર્શન મેળવી શકશે. જીપીએસસી, યુપીએસસી, નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના દરરોજ જુદા જુદા એક્સપર્ટ અભ્યાસક્રમ મુજબ લેકચર લેશે. છાત્રોની અનુકુળતા મુજબ સમય નક્કી કરી આ લેકચર પ્રસારણ કરવામાં આવશે.

લેકચર સમયે છાત્રોને પ્રશ્ન હશે તો તે ઓનલાઇન પ્રશ્ન પુછી શકશે.કચ્છ યુનિવર્સિટીમાં દર વર્ષે હજારો છાત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે પરંતુ હવે જિલ્લાભરના વિદ્યાર્થીઓ ઘર બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમનો લાભ લઇ શકે તે હેતુથી ઓનલાઇન ચેનલ શરૂ કરવામાં આવી રહી છે.

રાહત ફીથી તૈયારી કરતા હતા પણ હવે નિ:શુલ્ક
કચ્છ યુનિવર્સિટી યુટ્યુબ ચેનલના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાના લેકચર પ્રસારિત કરી શકાય તે માટે તજવીજ હાથ ધરી છે. ચેનલ પર લેકચરથી હોસ્ટેલ કે ટ્યુશનમાં જે વિદ્યાર્થીઓ રાહત ફીથી તૈયારી કરી રહ્યા હતા તેના બદલે હવે ઘરે બેઠા મફતમાં માર્ગદર્શન મેળવી શકશે. ટ્યુશનમાં કે હોસ્ટેલમાં કે ક્લાસીસમાં જવાને બદલે ગામડે પોતાના ઘર બેઠા પણ માર્ગદર્શન ચેનલના માધ્યમથી મેળવી શકશે. યુનિ. સ્પર્ધાત્મક તૈયારીઓ માટે સોર્શિસ શોધી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો