તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કચ્છ યુનિવર્સિટી કોરોના ભરડામાં ,કામગીરી બંધ

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાત કર્મીઓ લપેટાયા, ઓનલાઇન શિક્ષણ શરૂ

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી સંકુલના સાત સભ્યો કોરોનાથી સંક્રમિત થતા 5મી સુધી સંકુલની કામગીરી બંધ રાખવામાં આવી છે, જો આવનારા દિવસોમાં સંક્રમણ વધશે તો યુનિ.ની કામગીરી સંપુર્ણપણે બંધ કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. હાલ સંકુલના સાત સભ્યો સમેત પરિજનો મળી કુલ 15 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

ગત સપ્તાહે યુનિવર્સિટીમાં બે સભ્યોને કોરોના પોઝિટિવ આવતા સંકુલ ત્રણ દિવસ માટે બંધ રખાયું હતું, ફરી સાત સભ્યો અને તેમના પરિજનો મળી કુલ 15 જેટલા લોકો સંક્રમિત થતા યુનિવર્સિટી 5મી તારીખ સુધી બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ, અધ્યાપકો છાત્રોને ઓનલાઇન શિક્ષણ આપશે. આવનારા દિવસોમાં વધુ કેસો બહાર આવશે તો યુનિવર્સિટીમાં સંપુર્ણ કામગીરી બંધ કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક તેમજ અન્ય અધ્યાપકો, સિક્યુરિટી ગાર્ડ તેમજ પરિજનો મળી કુલ 15 જેટલા સંકુલને સબંધતિ લોકો કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટી કોરોનાના ભરડામાં આવી ગઇ છે. ગત અઠવાડિયે યુનિવર્સિટીના બે સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ત્રણ દિવસ બંધ પાડવામાં આવ્યું હતું અને છાત્રોને યુનિ. આવવાની મનાઇ ફરમાવી દેવાઇ હતી તેમજ કામગીરી પણ બંધ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો