સામાન્ય રીતે પરીક્ષા યોજાઈ ગયાના મહિનાઓ બાદ કચ્છ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા હોય છે,ઘણી વખત તો આંદોલન થયા બાદ પરિણામ જાહેર કરાય છે.જોકે આ વખતે યુનિવર્સિટી દ્વારા ઝડપભેર પરિણામો જાહેર કરાયા છે.
તાજેતરમાં જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયા બાદ એલએલબીની સેમેસ્ટર 6 ની પરીક્ષા યોજવામાં આવી હતી જે મહિનાના અંતમાં પૂર્ણ થઈ હતી ત્યારે 10 જ દિવસમાં યુનિવર્સિટીએ આ પરીક્ષાના પરિણામ જાહેર કર્યા છે જેમાં કુલ 215 વિદ્યાર્થીઓ પાસ થયા છે,રેગ્યુલર પરીક્ષામાં કોઈ નપાસ થયું નથી માત્ર એટીકેટી વાળા 8 વિદ્યાર્થીઓ નપાસ થયા છે કુલ છ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા મહ્ત્વની બાબત એ છે કે,24 વિદ્યાર્થીઓએ A અને 150 વિદ્યાર્થીઓ B+ ગ્રેડ મેળવ્યો હતો તેવું યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું
આ ઉપરાંત બેચલર ઓફ આર્ટ્સ અને બેચલર ઓફ કોમર્સ ફેકલ્ટીમાં સેમેસ્ટર 2 અને 4 ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરાયા હતા સરકારની સૂચના પ્રમાણે આ વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રોગેસન આપવામાં આવ્યું છે એટલે કે માસ પ્રમોશનથી આ છાત્રો ઉત્તીર્ણ થયા છે એલએલબી સાથે લેવાયેલી અન્ય પરિક્ષાઓના પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું યુનિવર્સિટીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.