તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:કચ્છ યુનિવર્સિટી દ્વારા કોરોના બીમારીમાં માતા-પિતા ગુમાવનાર છાત્રની ફી માફ કરવાનો નિર્ણય લેવાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ABVP દ્વારા આ વિષે યુનિવર્સિટીમાં માંગ કરવામાં આવી હતી

જિલ્લા મથક ભુજ ખાતે આવેલી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી અભ્યાસ કરતા જે વિદ્યાર્થી ભાઈઓ બહેનોના માતા-પિતા કોરોના બીમારીના કારણે મૃત્યુ પામ્યા હશે એવા તમામ છાત્રો માટે અભ્યાસ ક્રમ પૂરો ન થાય ત્યાં સુધીની ફી માફ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે આ પ્રકારના વિદ્યાર્થીઓના ભાવિ અભ્યાસ માટે મદદરૂપ બની રહેશે.

અલબત્ત ABVPના જિલ્લા અધ્યક્ષ અક્ષય ઠક્કરે કચ્છ યુનિવર્સિટી પાસે 10 જેટલી વિવિધ માંગણીઓ સાથે લેખિત રજુઆત કરી હતી જેના પ્રત્યતરમાં આજે યુનિવર્સિટી દ્વારા ત્રણ જેટલી માંગણીઓ સંતોશી લેવામાં આવી છે જેમાંની એક માંગણી કોરોના ભોગગ્રસ્ત પરિવારના છાત્રો માટે ફી માફ કરવાની પણ હતી એવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અક્ષય ઠક્કરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...