બેદરકારી:કચ્છ યુનિવર્સિટીએ ગ્રેજ્યુએટની ડિગ્રી આપી પણ વિષય ન લખ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં આવતી રહે છે ત્યારે યુનિવર્સિટીએ આપેલી ડિગ્રી સર્ટિફિકેટમાં વિષયનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીને અપાતા ડિગ્રી સર્ટિફિકેટમાં તમે ભણ્યા એ વિષયનો જ ઉલ્લેખ ન હોય તો આવી પદવી શુ કામની ? તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.ગત વર્ષ 2019 ની બેચરલ ઓફ સાયન્સના ગ્રેજ્યુએટ સર્ટિફિકેટમાં ફક્ત બેચરલ ઓફ સાયન્સ લખવામાં આવ્યું છે પણ વિષય જ નથી લખ્યો તેવો આક્ષેપ કરાયો છે.યુનિવર્સિટીના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...