પરિણામ:કચ્છ યુનિ. દ્વારા MA સેમ-1 ના પરિણામો જાહેર કરાયા, 405 છાત્રોમાંથી 305 ઉત્તીર્ણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 54 પરિક્ષાર્થી નાપાસ થયા,46 ગેરહાજર રહ્યા : ATKT કોઈને ન આવી

ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરીમાં લેવાયેલી એમ.એ.સેમેસ્ટર 1 ની પરીક્ષાના 8 વિષયના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.આ કસોટી કુલ 405 ઉમેદવારોએ આપી હતી જેમાં 305 પાસ થયા છે,54 ઉમેદવાર નપાસ થવા સાથે 46 ગેરહાજર રહ્યા હતા.નવાઈ વચ્ચે એટીકેટી કોઈને આવી નથી.

યુનિવર્સિટી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે,MA ARCH સેમેસ્ટર 1 ની પરીક્ષામાં કુલ 5 ઉમેદવાર પૈકી 3 પાસ થયા હતા જ્યારે 1 નાપાસ અને 1 ગેરહાજર રહ્યો હતો.જે 3 વિદ્યાથીઓ પાસ થયા તેમાં એ ગ્રેડમાં 2 અને બી ગ્રેડમાં 1 નો નંબર આવ્યો છે.MA ECO સેમેસ્ટર 1 ની પરીક્ષામાં કુલ 181 માંથી 27 ફેઈલ થયા છે અને 18 ગેરહાજર રહ્યા હતા.જેમાં એ ગ્રેડમાં 38,બી ગ્રેડમાં 32 અને બી પલ્સમાં 66 છાત્ર પાસ થયા છે તેવી જ રીતે ઈંગ્લીશમાં કુલ 51 છાત્ર પૈકી 28 પાસ થયા છે જ્યારે 16 નપાસ અને 7 જણાએ કસોટી જ આપી ન હોવાથી 54.9 ટકા પરિણામ આવ્યું છે.આ પરીક્ષામાં એ કેટેગરીમાં માત્ર 2 જ જણા આવ્યા હતા બાકીનાને બી અને બી+ગ્રેડ આવ્યો છે.

ગુજરાતીમાં કુલ 65 નોંધાયેલા ઉમેદવાર પૈકી સૌથી વધુ 58 ઉમેદવાર પાસ થઈ ગયા હતા જ્યારે 2 નપાસ થવા સાથે 5 જણાને ગેરહાજર રહેતા 89.23 ટકા રિઝલટ આવ્યું છે.એ કેટેગરીમાં 18,બી માં 8 અને બી+માં 32 નો નંબર આવ્યો છે.તેવી જ રીતે હિંદીની કસોટીમાં કૂલ નોંધાયેલા 17 માંથી માત્ર 1 જ ઉમેદવાર ફેઈલ થયો હતો જેથી 94.12 ટકા પરિણામ આવ્યું છે.ફિઝિક્સની પરીક્ષામાં 56 પરિક્ષાર્થીઓમાંથી 39 પાસ થયા છે જ્યારે 12 જણા ગેરહાજર અને 5 ફેઈલ થતા 69.64 ટકા પરિણામ આવ્યું છે.સંસ્કૃતની પરિક્ષામાં સાતેય ઉમેદવાર પાસ થઈ જતા 100 ટકા રિઝલ્ટ આવ્યું છે.સોશ્યલ સાયન્સમાં પણ 23 માંથી 18 ઉમેદવાર પાસ થયા છે અને 2 ફેઈલ અને 3 ગેરહાજર રહેતા 78.26 ટકા રિઝલ્ટ આવ્યું છે.

માસ્ટર ઓફ પબ્લિક એડમિનિ.ની કસોટીમાં અડધા જ પાસ
MPA સેમેસ્ટર 1 ની કુલ 12 ઉમેદવારો કસોટી આપવાના હતા જેમાં 6 જણા પાસ થઈ ગયા છે જ્યારે 3 નાપાસ અને 3 જણા ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...