તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કચ્છ યુનિ. અને સંસ્થા દ્વારા કોવિડ મેન્ટલ હેલ્થ સપોર્ટ હેલ્પલાઇન શરૂ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલીમ પામેલા 40 છાત્રો ફેથ હીલર તરીકે સેવા આપશે

કોરોના મહામારીના કારણે ઉભી થયેલી ચિંતા, હતાશા અને નેગેટીવિટી તેમજ અાત્મહત્યા જેવી માનસિક અસરોથી રક્ષા મેળવવા માટે કચ્છ યુનિવર્સિટી અને અોમ ફાઉન્ડેશન તરફથી મેન્ટલ હેલ્થ સપોર્ટ હેલ્પલાઇન શરૂ કરવામાં અાવી છે. જેમાં તાલીમ પામેલા અેમ.અેસ.ડબ્લ્યુના 40 છાત્રો ફેથ હેલર તરીકે સેવા અાપશે.

કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા અને અોમ ફાઉન્ડેશન ભુજના મનોચિકિત્સક ડો. દેવજયોતી શર્મા સાથે મીટિંગ થઇ હતી જેમાં તા.11 મેથી કોવિડ મેન્ટલ હેલ્થ સપોર્ટ માટે હેલ્પલાઇન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. કોવિડ 19 કોરોનાથી માનસિક આઘાતથી પીડિત લોકોની સહાય માટે નિર્ણય લેવાયો છે. કચ્છ યુનિવર્સિટી તેના 40 એમએસડબ્લ્યુ વિદ્યાર્થીઓને વિશ્વાસ ઉપચાર કરનાર તરીકે કાર્ય કરવા અને આ ક્ષેત્રના દસ તાલુકાના સમુદાયો વચ્ચે સેવા આપવા માટે તૈયાર કરી રહી છે.

કચ્છ યુનિવર્સિટી દ્વારા રોગચાળાને કારણે સર્જાયેલા માનસિક સમસ્યાઓના નિવારણ માટે તેમજ કોરોનાથી છવાયેલા દુખ અને મૃત્યુ ઘણાને માનસિક ઇજા પહોંચાડે છે જે દુર કરવા માટે હેલ્પલાઇન શરૂ કરાઇ છે. હતાશા અને અસ્વસ્થતાના કેસોમાં ભયંકર વધારો થયો છે અને કેટલાક કિસ્સામાં માનસિક આઘાતએ આત્મહત્યાનો અેક ભાગ જ છે.

અન્ય સમાચારો પણ છે...