કમાવી લેવાની લ્હાય:કચ્છના છાત્રોએ 4 ગણા ભાવે વિમાનની ટિકિટ ખરીદી

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુક્રેનથી પરત ઘરે આવી પહોંચેલા શુભ ભાવેશ પાટડિયાનું મામલતદાર, નાયબ કલેક્ટર અને અંજાર ભાજપના હોદ્દેદારોએ અભિવાદન કર્યું હતું. - Divya Bhaskar
યુક્રેનથી પરત ઘરે આવી પહોંચેલા શુભ ભાવેશ પાટડિયાનું મામલતદાર, નાયબ કલેક્ટર અને અંજાર ભાજપના હોદ્દેદારોએ અભિવાદન કર્યું હતું.
  • ખાનગી વિમાની સેવા સામે તાત્કાલિક પગલા ભરવા વાલીઓની માગ, સરકારે વ્યવસ્થા કરી તો વિમાની કંપનીઓ રિફંડ ન આપ્યું

યુક્રેન-રશિયા વચ્ચેના યુધ્ધના પગલે મુશ્કેલીમાં મૂકાયેલા છાત્રોને પરત લાવવા માટે યુક્રેનના કિવથી અમદાવાદની ખાનગી ફ્લાઇટની ટિકિટ અમુક વાલીઓએ બુક કરાવી હતી. જો કપરા સમયમાં પણ મદદ કરવાના બદલે ખાનગી વિમાની સેવાના સંચાલકોએ કમાવી લેવાની લ્હાયમાં ભાડું ચાર ગણું કરી નાખ્યું હતું અને ત્યારબાદ સરકારે વ્યવસ્થા કરતાં આ રિફન્સ આપવાનો નનૈયો ભણતાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાનગી વિમાની સેવા સામે પગલા ભરવા માગ ઉઠી છે.

અબડાસાના મુખ્ય મથક નલિયાના વકીલ લાલજી કટુઆની દીકરી પણ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરે છે, જે હાલે રોમાનિયામાં સુરક્ષિત છે. લાલજી કટુઆએ જણાવ્યું હતું કે, સરકારે વ્યવસ્થા કરી ન હતી તે પહેલા દીકરીને પરત લાવવા માટે કિવથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી, જેનું રેગ્યુલર ભાડું રૂ.27000 છે તેમ છતાં રૂ.67000 વસુલાયા હતા અને ત્યારબાદ સરકારે વ્યવસ્થા કરતાં આ ખાનગી વિમાની સેવાના સંચાલકોએ રિફન્ટ આપવાની ના પાડી દીધી છે. આ રીતે અન્ય વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા છે અને તેઓ પાસેથી પણ 80 હજારથી લઇને એક લાખ સુધની રકમએટલે કે, 4 ગણી રકમ વસુલી લેવામાં આવી છે અને હવે રિફન્ડ માટે ઠાગાઠૈયા કરાય છે. ભારતની વાત મૂકો યુક્રેનમાં પણ આ જ સ્થિતિ હતી અને વાહનો મળવા મુશ્કેલ હતા તેવામાં ત્યાંના ટેક્સી ચાલકોએ પણ બમણા ભાડા વસૂલી છાત્રોને લૂંટ્યા હતા.

તાત્કાલિક 15 દિવસની અપાઇ વિઝા
30-30 વિદ્યાર્થીઓનોના ગ્રૂપ બનાવી તેમને સંબંધિત દેશો દ્વારા તાત્કાલિક 15 દિવસની વિઝા અપાઇ છે અને એવી પણ સુચના અપાઇ છે કે, હાલની સ્થિતિએ પરત જવાની કોઇ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કયાંય ન જવા સુચના અપાઇ છે.

યુક્રેન સરહદે બરફ વર્ષા વચ્ચે 3 દિવસ સુધી એક જોડીમાં હેરાનગતિ : રાજ ગોર
યુક્રેનથી બુધવારે સવારે દિલ્હી અને ત્યાંથી મુંબઇ ગયેલા ભુજના રાજ મધુકાંતભાઇ ગોરે જણાવ્યું હતું કે, અનેક છાત્રો 6 દિવસ સુધી એક જોડી કપડામાં રહ્યા હતા અને માઇનસ 6 ડિગ્રી તાપમાને 50 કિ.મી. પગે ચાલીને સરહહે પહોંચ્યા બાદ પણ યુક્રેનના સૈનિકો દ્વારા ખુબ જ હેરાન કરાયા હતા અને સરહદ પાર કરવા ન દેતાં પરત અન્ય સરહદ બુધ્ધુમીર્ઝ જવું પડ્યું હતું. છાત્રોને યોગ્ય માર્ગદર્શન ન અપાતાં વિવિધ સરહદોએ ભટકવું પડયું હતું. અન્ય એક છાત્ર વિશાલ મોર્યના પિતાએ જણાવ્યું હતું કે, સરહદે સતત બરફ વર્ષાના કારણે છાત્રો સતત 3 રાત્રિ અને 3 દિવસ સુધી લાઇનમાં ઉભા રહેતાં પગમાં સોજો પડી ગયો હતો, તો અમુક છાત્રોને તાવ આવી ગયો હતો. રાજ હાલે મુંબઇ છે, બે દિવસ બાદ ભુજ આવશે.

અન્ય સમાચારો પણ છે...