તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઓરિજિનલ:કચ્છમાં છ વર્ષમાં સરેરાશ વરસાદમાં બે ઇંચનો વધારો, 2019માં 186 ટકા અને 2020માં 282 ટકા વરસાદ પડ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • 2015માં કચ્છમાં 387 એમએમ વરસાદનો અંદાજો હતો જે 2021માં વધીને 442 મિલીમીટર થયો
  • રાજ્યના અન્ય તમામ જિલ્લાઓથી કચ્છની વરસાદની સરેરાશ હજુ સાૈથી ઓછી જ !

ક્ષેત્રફળની દ્રષ્ટીએ દેશના સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં વરસાદ અનિશ્ચિત છે. સામાન્ય રીતે દર બે વર્ષે અછત અને દુકાળનો વર્ષ આવે છે. જોકે ગ્લોબલ વોર્મિંગ સહિતના કારણોને લીધે વરસાદી પેટર્ન બદલાઇ રહી છે. દેશના કેટલાક ભાગોમા વરસાદમાં વધારો થઇ રહ્યો છે. જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. ખૂદ ભારત સરકારે સંસદમાં પણ દેશના જે ભાગમાં વરસાદમાં વધારો થઇ રહ્યો છે તેમાં કચ્છનો પણ સમાવેશ થતો હોવાનો જવાબ આપ્યો છે. આંકડા પરથી પણ તે જાણી શકાય છે. ગત વર્ષે કચ્છમાં રેકોર્ડ બ્રેક 282 ટકા વરસાદ થઇ ગયા બાદ એક જ વર્ષમાં કચ્છમાં સરેરાશ વરસાદમાં 30 એમએમ (અંદાજે એક ઇંચ)નો વધારો થઇ ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે છ વર્ષમાં બે વર્ષ દુકાળ અને અછતના આવ્યા હોવા છતાં જિલ્લામાં ચોમાસામાં સરેરાશ વરસાદમાં બે ઇંચનો વધારો થઇ ગયો છે !

કચ્છમાં સમયાંતરે અછત અને દુકાળ બાદ પણ સરેરાશ વરસાદની ટકાવારી વધતી જાય છે. કચ્છમાં વર્ષ 2015થી 2020 સુધીના છ વર્ષમાં બે વર્ષ દુકાળના રહ્યાં હોવા છતાં સરેરાશ વરસાદમાં 55 એમએમ (બે ઇંચથી વધારે) નો વધારો થયો છે ! આ અંગે મળતી વિગતો મુજબ વરસાદ અને કચ્છ વચ્ચે સદીઓથી રિસામણાં-મનામણાં જેવો સંબંધ રહ્યો છે. દુકાળ અને અછત જાણે આ ધરતીના ભાગ્યમાં લખાયા છે. દર બે-ત્રણ વર્ષે કાળમુખો દુકાળ જોવાનો લોકોને વારો આવે છે. જોકે ભૂકંપ બાદ વરસાદના ચક્રમાં બદવાલ આવ્યો છે. જેનો સંબંધ બદલાતા ઋતુચક્ર સાથે પણ કરી શકાય છે. કચ્છમાં ચોમાસાના પ્રારંભ અને વિદાયમાં પણ સમય લંબાયો છે.

કચ્છની વાત કરવામાં આવે તો ગત વર્ષે ર્ષે કચ્છમાં સરેરાશ વરસાદ 412 એમએમ (અંદાજે સાડા સોળ ઇંચ) નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આ સરેરાશની સામે કચ્છમાં અધધ 282 ટકા વધારે વરસાદ એટલે કે જિલ્લામાં 1162 એમએમ વરસાદ પડી ગયો હતો. જેના પગલે ચાલુ વર્ષે રાજ્ય સરરકારે કચ્છની ચાલુ વર્ષની સરેરાશમાં 30 એમએમના વધારા સાથે 442 આંકવામાં આવી છે. વર્ષ 2015માં કચ્છમાં સરેરાશ વરસાદ 387 એમએમ આંકવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે 2021માં સરેરાશ 442 એમએમ આંકવામાં આવ્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે આ છ વર્ષમાંથી બે વર્ષ અછત અને દુકાળના રહ્યાં છે. વળી વર્ષ 2015થી 2020 સુધીના વર્ષમાં વર્ષોમાં માત્ર 2019માં સરેરાશમાં ઘટાડો થયો છે. વર્ષ 2018માં દુકાળના પગલે કચ્છમાં માત્ર 26.51 ટકા વરસાદ નોંધાયો હતો. જેના કારણે 2019માં વરસાદની સરેરાશમાં ઘટાડો નોંધાયો હતો.

કચ્છમાં તાલુકાવાર સરેરાશ વરસાદ(એમએમ)

તાલુકો2015201620172018201920202021
અબડાસા377382379390360375402
અંજાર398405427434426437474
ભચાઉ402407426441428444466
ભુજ346353365376357358394
ગાંધીધામ418418405403396401424
લખપત335342349349327334357
માંડવી410415418434413426474
મુન્દ્રા469471464477459470511
નખત્રાણા385391408406392409433
રાપર413421439460452469490
કચ્છ387392402417401412442

કચ્છમાં 6 વર્ષમાં નોંધાયેલો વરસાદ

વર્ષસરેરાશપડેલો વરસાદટકાવારી
2015387531137
201639230778.13
2017402464115
201841711126.51
2019401746186
20204121162282

સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લા

જિલ્લોસરેરાશ વરસાદ
કચ્છ442
મોરબી542
સુરેન્દ્રનગર583
પાટણ593
બોટાદ596

સૌથી વધારે વરસાદ અહીં પડે છે !

જિલ્લોવરસાદ મિલીમીટરમાં
ડાંગ2372
વલસાડ2259
નવસારી1829
સુરત1436
તાપી1364
અન્ય સમાચારો પણ છે...