ચોમાસાની વિદાય:કચ્છમાં 110 દી’નું ચોમાસુ અને 111 ટકા થયો વરસાદ; ગુલાબના પગલે ચોમાસુ અંદાજે 10 દિવસ મોડું સમાપ્ત થયું

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય હવામાન ખાતાએ બુધવારે અડધા કચ્છ અને દક્ષિણ રાજસ્થાનથી દેશમાં ચોમાસાના વિદાયના શરૂઆતની કરી જાહેરાત
  • કચ્છમાં 19 જૂનના મોનસુનનો થયો હતો પ્રારંભ

ભારતીય હવામાન વિભાગે બુધવારે દેશમાં દક્ષિણ-પશ્ચિમ સોમાસાની વિદાયની શરૂઅાત થઇ ગઇ હોવાની જાહેરાત કરી હતી. દેશમાં સાૈથી પહેલા ચોમાસાના વિદાયની શરૂઅાત કચ્છના ઉત્તર અને રાજસ્થાનના દક્ષિણ ભાગોમા થઇ છે. કચ્છના ઉત્તર ભાગમાં ચોમાસાની વિદાય રેખા બતાવાઇ હતી.

અાની સાથે કચ્છમાં ચાલુ વર્ષે 110 દિવસનું ચોમાસુ રહ્યું હતું. અને કુલ 111 ટકા વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે કચ્છમાં 20થી 25 સપ્ટેમ્બરના ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગુલાબ અને શાહીન વાવાઝોડાના પગલે ચોમાસુ લંબાયું હતું. કચ્છમાં સતત ત્રીજા વર્ષે સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકાને અાંબી ગયો હતો.

ચોંકાવનારી વાત અે છે કે અોગસ્ટના અંત સુધી કચ્છમાં માત્ર 31 ટકા વરસાદ હતો ! ત્યારબાદ અેકલા સપ્ટેમ્બરમાં જ સિઝનનો અધધ 70 ટકા વરસાદ પડી જતા વરસાદનો નવો વિક્રમ નોંધાયો છે. અા દરમિયાન ભારતીય હવામાન વિભાગે બુધવારે ચોમાસાના વિદાયની શરૂઅાત થઇ ગઇ હોવાનુ જણાવ્યું હતું. દેશમાં સાૈથી પહેલા ચોમાસાના વિદાયની શરૂઅાત કચ્છ અને રાજસ્થાનમાં થઇ છે.

હવામાન વિભાગે ચોમાસાના વિદાયની રેખા બુધવારે અડધા કચ્છ અને રાજસ્થાનના દક્ષિણી ભાગ પરથી પસાર થતી બતાવઇ હતી. કચ્છમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઅાત અેકાદ અઠવાડિયા પહેલા 19 જૂનના થઇ હતી. તેવામાં હવે ચોમાસાની વિદાય 6 અોક્ટોબરે થઇ છે. અામ કચ્છમાં કુલ 110 દિવસનુ ચોમાસુ રહ્યું છે. અા 110 દિવસના ચોમાસામાં 111 ટકા વરસાદ નોંધાયો છે. ચોંકાવનારી વાત અે છે કે અા 110 દિવસના ચોમાસમાં અોગસ્ટના 31 દિવસમાં માત્ર 6 મીમી વસરાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...