• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Kutch Re elects Devarajbhai Gadhvi As Chairman Of Kutch District Co operative Bank, BJP Retains Control Of KDCC Bank

હોદ્દેદારોની વરણી:કચ્છ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન પદે ફરી દેવરાજ ગઢવીની વરણી, કેડીસીસી બેંક પર ભાજપનો કબજો યથાવત

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઇસ ચેરમેન પદે રાપરના અંબાવી પટેલની નિમણૂક કરાઈ
  • એમ.ડી. તરીકે નલિયાના ઇન્દુભા જાડેજાને પદભાર સોંપવામાં આવ્યો

કચ્છની સૌથી મોટી સહકારી અને ખેડૂત ખાતેદારો માટે અતિ મહત્વની બેંક કચ્છ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક (KDCC)ના નવા હોદ્દેદારોની વરણી આજે ભાજપના વિજેતા ઉમેદવારોની હાજરી સાથે કરવામાં આવી હતી. સતત 22મા વર્ષે ભાજપ પ્રેરિત નવ નિયુકત હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી.

ભુજ શહેર મામલતદાર પ્રજાપતિની સીધી દેખરેખમાં હાથ ધરાયેલી નિમણૂક પ્રક્રિયા હેઠળ સળંગ સાત વર્ષથી આ બેંકના ડાયરેક્ટ તરીકે રહેલા અને આ વખતે પણ ચૂંટાયેલા સભ્ય દેવરાજ ગઢવીની ચેરમેનપદે વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન પદે રાપરના અંબાવી પટેલ અને એમ.ડી. તરીકે નલિયાના ઇન્દુભા જાડેજાને પદભાર સોંપવામાં આવ્યો હતો.

1999થી કેડીસીસી બેન્ક પર ભાજપનો કબજો યથાવત રહ્યો છે. બેંકના ફરી એક વખત ચેરમેન પદે નિમાયેલા દેવરાજ ગઢવીએ સર્વે મતદારો, સહકારી મંડળીના હોદ્દેદારો, ભાજપના અગ્રણીઓ, કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પારદર્શી વહીવટની ભાજપની વિચારધારાને તેઓ આગળ વધારતા રહેશે અને તેના દ્વારા સર્વાંગી વિકાસના કાર્યો કરતા રહેવા પ્રયત્નશીલ રહેશે. કચ્છ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના નવ નિયુક્ત હોદ્દેદારોને ભાજપના અગ્રણીઓ અને તમામ સભ્યોએ પદભાર મળવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કચ્છ સરહદ ડેરીના ડાયરેકટર વલમજી હુંબલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...