તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સાયબર ક્રાઇમની વણઉકેલાયેલી ફરિયાદોમાં કચ્છ રાજયમાં ત્રીજા ક્રમે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 70.57 કરોડની છેતરપિંડી, પ્રથમ ક્રમે સુરત
  • કચ્છમાં નોંધાયેલા અોનલાઇન છેતરપિંડીના 54 ગુના હજુય અનડિટેકટ

છેલ્લા થોડા સમયથી અોનલાઇન છેતરપિંડીના ગુનાનો ગ્રાફ ભારે ઉંચકાયો છે, લોકોને ફોન પર જુદી જુદી સ્કિમ અાપી અોટીપી મેળવીને ખાતામાંથી નાણા સેરવી લેવાતા હોય છે. રાજયમાં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદો પૈકી વણઉકેલાયેલા ગુનામાં કચ્છ ત્રીજા ક્રમ પર છે. હજુ 54 ફરિયાદો અનડિટેકટ હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ વર્ષમાં ગુજરાત રાજયમાં કુલ 70.57 કરોડ રૂપિયાની અોનલાઇન છેતરપિંડી થઇ છે, અાખા રાજયમાં 1034 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે, જે પૈકી 760 ફરિયાદોનો હજુ નિવેડો અાવ્યો નથી. સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તે રીતે જોતા અા ગઠીયાઅો પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે. સાયબર ગઠીયાઅો બોગસ દસ્તાવેજના અાધારે મોબાઇલ નંબર મેળવી ખાતાધારકોના મોબાઇલ નંબર પર ફોન કરી તેમની વિગતો મેળવી નાણા તેમના ખાતામાંથી સેરવી લેતા હોય છે, જાગૃતિના અભાવ વચ્ચે લોકો અોટીપી અાપી દેતા હોવાથી તેમના ખાતામાંથી પૈસા સેરવી લેવાતા હોય છે.

રાજયમાં અનડિટેકટ ફરિયાદોમાં સુરત પ્રથમ ક્રમે છે, ત્યાંથી 322 ફરિયાદો વણઉકેલાયેલી છે તો બીજા ક્રમે અમદાવાદ 149 અનડિટેક્ટ ગુના અને ત્રીજા ક્રમે કચ્છમાં 54 ફરિયાદો અનડિટેક્ટ છે. રાજયના ગૃહવિભાગે દરેક જિલ્લામાં સાયબર ક્રાઇમ રોકવા તેમજ જાગૃતિ માટે પોલીસ મથક બનાવ્યા છે, જયાં અરજદારો પોતાની ફરિયાદ નોંધાવ્યા બાદ પૈસા પરત લેવા માટે મદદ મેળવી શકે છે. અમુક લોકોના પૈસા કપાઇ જાય ત્યારે તરત પોલીસનો સંપર્ક કરતા હોવાથી ટ્રાન્જેકશન બેંકમાંથી કેન્સલ કરાવી નખાય છે જેના લીધે તેના પૈસા પરત મળી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...