કચ્છને લગતા વિવિધ પ્રશ્નો અને અટકેલા કામો અંગે સાંસદ વિનોદ ચાવડાઅે ચાલુ સંસદ સત્રમાં ઉપાડવાની સાથે મંત્રીઅોને રૂબરૂ મળી રજૂઅાત કરી હતી. સાંસદ દ્વારા લોકસભા સેશનમાં 2019માં 18 અને 2021ના સેશનમાં 20 અતારાંકિત પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં સબંધિત મંત્રીશ્રીઓના સકારાત્મક જવાબ આપ્યા હતા.સાંસદે જણાવ્યું હતું કે, વર્ષ 2020 માં માત્ર કોરોના સંદર્ભે જ લોસભામાં ચર્ચાઓ થયેલી હતી. જેમાં પ્રશ્નોતરીને અવકાશ આપવામાં આવ્યો ન હતો.
પરંતુ કચ્છના પ્રશ્નોને મંત્રીશ્રીઓ પાસે પત્ર દ્વારા રૂબરૂ અને જરૂરી પ્રશ્નોના નિરાકરણ માટે ટેલિફોનિક વાતચીત કરી પ્રશ્નો નિર્ણય માટે વર્તમાન ચોમાસુ સેશનમાં ભુજ – નલીયા બ્રોડગેજ વિસ્તરનું બાંધકામ ફરીથી જલ્દી શરૂ કરવા માટે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી તેમજ રેલ રાજય મંત્રી દર્શનાબેન જરદોશને રૂબરૂ મળી પત્ર આપી વિસ્તૃત રજુઆત કરી હતી. હળવદ – ટીકર- પલાંસવાનું મંજૂર થયેલુ કામ ગુડખર અભ્યારણના કામે અટકયુ છે. તેને વન જંગલ ખાતાની જલ્દીથી મંજૂરી મળે માટે કાર્યવાહી થવાભુપેન્દ્રસિંહ યાદવજીને રૂબરૂ મળી રજુઆત કરી હતી.
કચ્છમાં પશુપાલન અને ડેયરી ઉધોગને વધુ વેગ મળે પશુપાલન યુનિવર્સિટી સ્થાપવા પશુપાલન અને ડેયરી મંત્રી પરસોતમ રૂપાલાને રૂબરૂ મળી પત્ર આપ્યો હતો. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવિયાજીની મુલાકાત લઈ રાપર તાલુકાની 11 વર્ષીય બાળકીને થયેલ અસાધ્ય રોગમાં જર્મનીથી દવાઓ મંગાવવા મંજુરી બાબત તથા સરકારનો સહયોગ આપવા પણ રજુઆત કરી હતી જયારે કચ્છમાં અેફઅેમ સુવિધા માટે તેની ફ્રિકવેનસી વધારવા તેમજ મોરબી જિલ્લામાં અેફઅેમ સેવા શરૂ કરવા માટે સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને રાજયમંત્રીએલ. મુરુગનને પત્ર પાઠવ્યા હતા.
કચ્છ - ગુજરાતજતા અા મુદ્દાઅોની પણ કરાઇ રજૂઅાત
સાંસદે જણાવ્યું હતું કે, એગ્રીકલ્ચર અને ફારમરવેલફર મંત્રી નરેન્દ્રસિંહ તોમર પાસે કચ્છમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી બનાવવા તથા પોર્ટ અને શિપિંગમંત્રી સુરબનનંદા પાસે કચ્છમાં મેરીટાઈમ યુનિવર્સિટી તથા સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નિતિન ગડકરીજીને કચ્છથી મોરબી સીક્ષ લેન, એકલ બાંભણકા રોડ, અંજાર - ભુજ - ખાવડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કચ્છમાં બનતાં ભચાઉ તથા ભુજોડી ઓવરબ્રીજ, કચ્છથી ગુજરાત જતાં હાઇવે પૂર્ણરૂપે મરામત, નેશનલ હાઇવેની ઓફિસ જે પાલનપુર થયેલ છે તે ફરી ગાંધીધામ સ્થાપીત કરવા તથા સમય અને પેટ્રોલ બચત કરતાં કંડલાથી માળીયા નવલખી રોડ બનાવવા સહિતનાં પ્રશ્નોના નિરાકરણ માટે પત્રલખી રજૂઆત કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.