તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:કચ્છે ગ્રામ સ્વાવલંબન ક્ષેત્રે મનોજ ગોહિલ રૂપી ઉત્તમ રાહબર ગુમાવ્યો

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મનોજભાઈને વિવિધ સંસ્થાઅોએ શ્રદ્ધાંજલિ આપી

એગ્રોસેલ, શ્રૃજન પરિવારના મોભિ અને વીઆરટીઆઈના ટ્રસ્ટી મનોજભાઈ ગોહિલનું અવસાન થતાં કચ્છના ગ્રામ સ્વાવલંબન ક્ષેત્રે ક્ષેત્રે ઉત્તમ રાહબર ગુમાવ્યો હોવાનું એગ્રોસેલના એમડી દિપેશભાઈ શ્રોફેનું જણાવ્યું હતું કે, બન્નીમાં કાંતિસેન શ્રોફની રાહબરી હેઠળ રણની કાયાપલટ માટેની જે શરૂઆત થઈ તેમાં મનોજભાઈ ગોહિલનું પ્રદાન અનન્ય રહ્યું છે. તેઓ કચ્છના ગામડાઓના સ્થાનિક પ્રશ્નોના ઊંડા અભ્યાસી હતા. પ્રવાસન ક્ષેત્રે નામ ધરાવતાં કચ્છમાં ત્રણ દાયકા અગાઉ આ ક્ષેત્રે પાયાની શરૂઆત કરનારાઓમાં કેટલાક વ્યકિતમાં મનોજભાઈ એક હતા.

મોરબી હોનારત સમયે કચ્છમાં મરચન્ટ રીલીફ કમીટીના માધ્યમથી તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રુજન ટ્રસ્ટની સ્થાપનામાં ચંદાબેન શ્રોફ સાથે તેઅો હતા. તાજેતરના સમયમાં બન્નીના પશુધનને ઉગારવા હાથ ધરાયેલા નવતર પ્રયોગ મોલાશીશ પ્રોજેકટ તેઓની જ દેન છે.

એગ્રોસેલના ડાયરેકટર પ્રિતીબેન શ્રોફ, એલએલડીસીના મેનેજીંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ અને કિરીટભાઈ દવે, એગ્રોસેલના ફાયનાન્સ ડાયરેકટર રાજુભાઈ શાહ, વીઆરટીઆઈના ટ્રસ્ટી અશ્વિનભાઈ શ્રોફ અને જે. એસ. ગોસલીયા, ટ્રસ્ટી અશોકભાઈ જૈન અને કલ્યાણજીભાઈ ગાલા, શ્રોફ ફાઉન્ડેશનના શ્રુતિબેન શ્રોફ અને અતુલભાઈ શ્રોફ, ધોરડોના સરપંચ મિયાહુશેન મુતવા, દલપતભાઈ દાણીધારીયા, હસમુખ પટેલ કર્મયોગી ગુમાવ્યાનો રંજ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો