તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કેફી દ્રવ્યની હેરફેર માટે કચ્છ રેઢું ખેતર, છેલ્લા એક વર્ષમાં રાજયમાં સૌથી વધુ જથ્થો પકડાયો

ભુજ/અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • દરિયામાં ફેંકી દેવાયેલા કેફી દ્રવ્ય પકડવા જુદી જુદી એજન્સીઓની હોડ લાગી હતી
 • 188 કિલો હેરોઇન સાથે કચ્છ પ્રથમ, અમદાવાદ અને સુરતમાંથી પણ ઝડપાયું

ભુજ- અમદાવાદ છેલ્લા એક વર્ષમાં રાજયની વિવિધ એજન્સીઓએ કચ્છ, અમદાવાદ અને સુરત સહિત રાજયભરમાંથી 4ઇ53 કરોડનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ પકડી પાડયું છે. લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો હોય તેમ છેલ્લા નવ માસમાં રાજયમાં છ વખત ડ્રગ્સનો મોટા પ્રમાણમા જથ્થો ઝડપાયો છે. તો ગાંજા, એમ.ડી. જેવા અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઇ છે. કચ્છમાંથી સૌથી વધુ જથ્થો 188 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ગત વર્ષે કચ્છના દરિયામાં ફેંકી દેવાયેલો જથ્થો માંડવીથી છેક લખપત અને કોટેશ્વરની ક્રિકોમાંથી જુદી જુદી એજન્સીઓને કીચડમાં ફસાઇ ગયેલો જથ્થો હાથ લાગ્યો છે.

શરૂઆતમાં તો માત્ર જખૌ અને નારાયણ સરોવર વિસ્તારમાંથી જથ્થો મળી આવયો હતો. જો કે બાદમાં જુદી જુદી એજન્સીઓની જથ્થો પકડવા માટે હોડ લાગી હતી. કોસ્ટ ગાર્ડ, એટીએસ, બીએસએફ, પોલીસ, કસ્ટમ સહિતની એજન્સીઓને જુદી જુદી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. નોંધનીય છે કે, એકાદ માસ અગાઉ એ.ટી.એસ.ની ટુકડીએ એમ. ડી. ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો હતો. કચ્છમાં પણ છેલ્લા થોડા સમયથી એમડી ડ્રગ્સની બદી પ્રવેશી ગઇ છે, સ્થાનિક પોલીસની મીઠી નજર છે કે પછી તેમને માહિતી ન હોવાથી આ કેફીદ્રવ્ય પકડાતુ નથી.

110 લોકોની ધરપકડ અને સૌથી વધુ ગાંજાના 64 કેસ
રાજયભરમાં કચ્છ, અમદાવાદ અને સુરતમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાત એટીએસ મુંબઇમાં 1.50 કરોડની કિંમતનો 1500 કિલો હેરોઇન કેસમાં વોન્ટેડ મુનાફ હાલારીની ધરપકડ કરી હતી. તો એ દરમિયાન કચ્છમાં જુદી જુદી એજન્સીઓ અને એટીએસ સહિતની ટુકડીએ 1.88 કરોડની કિંમતનો 188 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડયો હતો.9 જુલાઇના ડીઆરઆઇએ સુરત, તાપીના ફાર્મા કંપનીમાં ટ્રેમાડોલ નામની ડ્રગ બનાવતા ત્રણને 1.33 કરોડની 15.2 લાખ ટેબલેટ જપ્ત કરી હતી.

19 જુલાઇના અમદાવાદમાંથી 34 લાખના એમડી સાથે 342 ગ્રામ જથ્થા સાથે મંબઇની મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 ઓગસ્ટના સિદ્ધપુરમાં 245 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત 24.53 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સોને પકડયા હતા. અમદાવાદ ડીસીબીએ 13 સપ્ટેમ્બરના 1 કરોડના એમડી સાથે 5 શખ્સોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો