તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમિદાન:કચ્છ કડવા પાટીદાર સમાજનું ભુજમાં ભવ્ય સંકુલ બનાવવા ભૂમિદાન નોંધાયું

દેશલપર (વાં.)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રમુખ, મહામંત્રી - Divya Bhaskar
પ્રમુખ, મહામંત્રી
  • અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પૂર્વ કચ્છ ભુજ ઝોનના નવા હોદ્દેદારો વરાયા

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પૂર્વ કચ્છ ભુજ ઝોનની સામાન્ય સભા ભુજના પાટીદાર વિદ્યાર્થી હોસ્ટેલ ખાતે પ્રમુખ ગંગારામભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને મળી હતી. સ્વાગત બાદ ગત સભા નોધનું વાંચન મહામંત્રી શાંતિભાઇ ભગતે કર્યું હતું. કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ અને પ્રભારી દામજીભાઈ વાસાણીએ કેન્દ્રીય સમાજની ગતિવિધિનો અહેવાલ આપ્યો હતો અને ભુજમાં કેન્દ્રીય સમાજ દ્વારા ખરીદાયેલી સાડા ત્રણ એકર જમીન બાબતે માર્ગદર્શન પૂરું પાડયું હતું. ટ્રસ્ટી ગંગારામભાઈ રામાણીએ ફોન મારફતે સભાને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રમુખે જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયે વિદ્યાર્થી હોસ્ટેલથી હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ અને પરિજનો માટે થયેલી ટિફિન સહિતની સેવામાં ઝોનના હોદ્દેદારો, હોસ્ટેલ સંચાલન સમિતિએ સરાહનીય સેવા કરી હતી. આ ઉપરાંત ઊંઝા સંસ્થાનમાં યોજાયેલ લક્ષ્યચંડી યજ્ઞ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ઝોન તરફથી સારી સંખ્યામાં યજમાનો જોડાયાં હતાં. ઝોનના નવા પ્રમુખ તરીકે ભુજ લક્ષ્મીનારાયણ સમાજના મહામંત્રી ઈશ્વરભાઈ નાનજી ભાવાણીની દરખાસ્ત મુકાતા સભાએ વધાવી લીધી હતી.

ત્યારબાદ સલાહકારો, નવા વરાયેલ પ્રમુખ તેમજ પ્રભારીને બાકીના હોદ્દેદારો અને કારોબારીના નામો નક્કી કરવાની સત્તા સભા દ્વારા અપાઈ હતી. જેમાં ઉપપ્રમુખો શાંતિલાલ કાનજી ભગત-ભુજ, વિરજીભાઈ હરજી રૂડાણી-ગુણાતીતપુર અને પ્રેમજીભાઈ નારણ ભાવાણી-આણંદસર, મહામંત્રી રમેશ ગોવિંદ પોકાર-ભુજ, સહમંત્રીઓ નટવરલાલ વસ્તા રૂડાણી-પાલનપુર અને પરસોત્તમ વેલજી ભગત-થરાવડા (વરલી), ખજાનચી કિરીટભાઈ શિવગણ ચોહાણ-ભુજ, સહખજાનચી વાલજીભાઈ હરજી ચોપડા-ગાંધીધામ વરાયાં હતાં.

નિવૃત્ત થતાં પ્રમુખ અને મહામંત્રીનું શાલથી પ્રભારીએ સન્માન કર્યુ હતું. નવા વરાયેલા પ્રમુખ સહિતના હોદ્દેદારોને નિવૃત્ત થતા પ્રમુખે અને અન્ય હોદ્દેદારોએ કચ્છી પ્રિન્ટની ફાઇલ આપી સભામાં ચાર્જ સોંપ્યો હતો. નવનિયુક્ત પ્રમુખે ભુજ કચ્છનું જ નહીં પણ પાટીદારોનું પાટનગર ગણાય ત્યારે સમાજ દ્વારા ભુજમાં ખરીદાયેલ જમીન પર નમૂનેદાર સંકુલ નિર્માણ થાય તે માટે સૌએ કામે લાગી જવા હાકલ કરી હતી.

આ સભામાં કેન્દ્રીય સમાજ દ્વારા ભુજમાં ખરીદાયેલી જમીન માટે ભૂમિદાન પણ નોંધવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ઝોનમાંથી 60 જેટલા વારનું દાન નોંધાઈ ગયું છે. આ સભામાં સલાહકારો, હોદ્દેદારો અને ઝોનમાં સમાવિષ્ટ ગામોમાંથી મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...