કચ્છમાં વરસાદને મીંઢો મી કહેવામાં અાવે છે. કારણ કે કચ્છનો વરસાદ અનિયમિત છે. અેકાદ-બે વર્ષે દુકાળ અથવા અછતનો લોકો સામનો કરે છે. છેલ્લે 2018માં કારમા દુકાળ બાદ વર્ષ 2019 અને 2020માં રેકોર્ડ બ્રેક વરસાદ કચ્છમાં ખાબક્યો હતો. જોકે ચાલુ વર્ષે અોગસ્ટના 14 દિવસ વિતી ગયા બાદ પણ માત્ર 31 ટકા જ વરસાદ પડ્યો છે. જોકે કચ્છની વરસાદની સિઝન જોઇઅે તો હજુ પણ વરસાદની અાશા છે. કચ્છમાં અામ તો જુલાઇ સુધી સરેરાશ 50 ટકા વરાસદ પડી જતો હોય છે. જોકે પાછલા બે વર્ષમાં અોગસ્ટમાં જ વિક્રમી વરસાદ નોંધાયો છે.
વળી હવે કચ્છમાં છેક સપ્ટેમ્બર અને અોક્ટોબરમાં પણ વરસાદ પડે છે. અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ચાલુ વર્ષે જોઇઅે તેવો વરસાદ પડ્યો નથી. ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ધરતી પુત્રોઅે અાગોતરા વરસાદના લીધે વાવણી પણ કરી નાખી છે. જેના પગલે પાકને વરસાદ તાત્કાલિક જોઇઅે છે. કચ્છમાં ચોમાસુ 10 દિવસ પહેલા બેસી ગયું હોવા છતાં વરસાદ ખેંચાયો છે. અોગસ્ટના 14 દિવસ સુધી હજુ સુધી માત્ર 31 ટકા જ વરસાદ નોંધાયો છે. જોકે રાહતની વાત અે છે કે છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં વરસાદની પેટર્ન બદલાઇ છે.
કચ્છમાં હવે અોગસ્ટમાં પણ સારો વરસાદ પડે છે. છેલ્લા બે વર્ષ તેના સાક્ષી છે. વર્ષ 2019માં કચ્છમાં અોગસ્ટ અધધ 317 મીમી વરસાદ ખાબક્યો હતો. જે સિઝનના અંદાજે 80 ટકા વરસાદ હતો. તો 2020માં તો અોગસ્ટમાં વરસાદ ક્રાંતિ થઇ હતી. ત્યારે વિક્રમી 684 મીમી વરસાદ નોંધાયો હતો. અેટલે કે સિઝનની સરેરાશનો 165 ટકા વરસાદ અા અેક જ માસમાં નોંધાયો હતો. તેવામાં હવે અા વર્ષે પણ અોગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ખાબકે તેવી અાશા વ્યક્ત કરાઇ રહી છે.
વર્ષ અને માસ પ્રમાણે છેલ્લા છ વર્ષમાં પડેલો વરસાદ (મીમી) | ||||||
માસ | 2015 | 2016 | 2017 | 2018 | 2019 | 2020 |
જુન | 34(8.86%) | 12(3%) | 75(18.58%) | 4(1) | 25(6.27%) | 107(26.05%) |
જુલાઇ | 429(110%) | 45(11%) | 262(65.42%) | 42(10.7%) | 117(29.18%) | 261(63.36%) |
અોગસ્ટ | 6(2%) | 199(51%) | 95(24%) | 62(14.76%) | 317(79%) | 684(165%) |
સપ્ટેમ્બર | 58(15%) | 6(1%) | 32(7.96%) | 3(0.67%) | 235(59%) | 69(17%) |
અોક્ટોબર | 4(1%) | 45(12%) | 0(0%) | 0(0%) | 24(6%) | 41(16%) |
કુલ | 531(137%) | 307(78%) | 464(115%) | 111(26%) | 746(186%) | 1162(282%) |
કચ્છમાં અત્યાર સુધી વરસાદનું ચિત્ર | |||
તાલુકો | સરેરાશ | પડેલો વરસાદ | ટકા |
અબડાસા | 402 | 76 | 18.89 |
અંજાર | 474 | 189 | 39.88 |
ભચાઉ | 466 | 126 | 27.01 |
ભુજ | 394 | 219 | 55.63 |
ગાંધીધામ | 424 | 168 | 39.62 |
લખપત | 357 | 53 | 14.86 |
માંડવી | 474 | 100 | 21.09 |
મુન્દ્રા | 511 | 193 | 37.8 |
નખત્રાણા | 433 | 194 | 44.81 |
રાપર | 490 | 86 | 17.55 |
કુલ | 442 | 140 | 31.74 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.