હરણફાળ:દેશમાં હાઇબ્રિડ પવન અને સૌર પાર્ક માટે સૌથી વધારે જમીન કચ્છમાં !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકસભામાં કેન્દ્ર સરકારે અાપેલા અેક જવાબમાં અાપી માહિતી
  • અધધ 2346 વર્ગ કિમી જમીનની સાથે કુલ 11745 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ શકે

પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે કચ્છ હરણફાળ ભરી રહ્યું છે. દુનિયાના સાૈથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું વડાપ્રધાને ગત વર્ષે ખાવડા પાસેના સરહદી વિસ્તારમાં ખાતમુહૂર્ત કર્યું હતું. તેવામાં લોકસભામાં પૂછાયેલા અેક પ્રશ્નમાં દેશમાં સાૈથી વધારે હાઇબ્રિડ પવન અને સાૈર પાર્ક માટેની જમીન કચ્છ જિલ્લામાં હોવાની માહિતી અાપવામાં અાવી છે. કચ્છમાં પવન અને સાૈર પાર્ક માટે કુલ ચાર વિસ્તારમાં અધધ 2346 વર્ગ કિમી જમીન ઉપલબ્ધ હોવાની સાથે અા જમીન પર કુલ 11745 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ શકે તેમ હોવાની માહિતી સરકારે લોકસભામાં અાપી છે.

અા અંગે મળતી વિગતો મુજબ લોકસભામાં ત્રણ સાંસદોઅે પૂછેલા અેક જવાબમાં નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયના મંત્રી અાર.કે. સિંહે માહિતી અાપી હતી. જેમાં કહેવામાં અાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા હાઇબ્રિડ પવન અને સાૈર પાર્ક માટે વિવિધ સંભવિત સ્થળો અંગે રાજ્ય સરકારોને તા. 16/11/2021ના અેક પત્ર દ્વારા સુચિત કર્યા છે. જે પ્રમાણે દેશના કુલ 7 રાજ્યોમાં અા પ્રકારે હાઇબ્રિડ પાર્ક માટેની જગ્યા પસંદ કરવામાં અાવી છે. જેમાં સાૈથી વધારે જમીન કચ્છમાં ઉપલબ્ધ હોવાનું કહેવામાં અાવ્યું છે.

કચ્છમાં કુલ ચાર સ્થળોઅે કુલ 2349 વર્ગ કિમીમાં હાઇબ્રિડ પાર્ક બની શકે છે. જેમાં અધધ 11745 મેગાવોટ વીજળી પેદા થઇ શકે છે. ચોંકાવનારી વાત અે છે કે દેશમાં કુલ 53125 મેગા વોટમાંથી અેકલા કચ્છમાં 22 ટકા વીજળી ઉત્પન્ન થઇ શકે તેમ છે. ગુજરાતમાં કચ્છની સાથે જુનાગઢ અને પોરબંદરમાં પણ 2900 વર્ગ કિમી જમીન તારવવામાં અાવી છે. જેમાં કુલ 14500 મેગા વોટ વીજળી પેદા થઇ શકે છે. અામ અાખા દેશમાં સાૈથી વધારે હાઇબ્રીડ પાર્ક માટેની જમીન ગુજરાતમાં છે. જ્યારે જિલ્લાની દ્રષ્ટીઅે સાૈથી વધારે જમીન અને વજળી કચ્છમાં મળી શકે તેવી સંભાવના બતાવાઇ છે.

કચ્છમાં 7 મીટર પ્રતિ સેકન્ડ પવનની ઝડપ
સરકારે કયા જિલ્લામાં પવન ઉર્જા માટે પવનની ઝડપ કેટલી છે તેની વિગતો પણ અાપી છે. જેમાં કચ્છના ચારેય પસંદ કરાયેલી જગ્યા પર 7 મીટર પ્રતિ સેકન્ડથી વધારે પવનની ઝડપ હોવાનું જણાવાયું છે. સાૈથી વધારે પવનની ઝડપ તામીલનાડુના કોયંમ્બતુરમાં 8.99 મિટર પ્રતિ સેકન્ડની છે.

અન્ય સમાચારો પણ છે...