નિમણૂક:કચ્છને બદલીથી નવા 4 મદદનીશ ખેતી નિયામક મળ્યા

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.22-11ના રાજયના 214 મદદનીશ ખેતી નિયામકની બદલી કરાઇ છે, જેમાં કચ્છને 4 નવા અધિકારીઅો મળ્યા છે. સાબરકાંઠા તાલુકાની ખેડબ્રહ્મા કચેરીના હિતેષકુમાર વિઠ્ઠલભાઇ પટેલની ભુજ નાયબ ખેતી નિયામકની કચેરીઅે, જુનાગઢ જિલ્લા પંચાયતના કુસુમલતા અજયકુમાર મકવાણાની કચ્છ જિલ્લા પંચાયત, કચ્છ જિલ્લા પંચાયતના પુષ્પકાંત કૈલાશચંદ્ર સુવર્ણકારની સુરત, નરેશકુમાર બાબુલાલ નાયકની ઇ.સી.અો. કૃષિ ભવન, કલ્પેશ વાલજીભાઇ પટેલની જામનગર જિલ્લા પંચાયત, ઉપેન્દ્રકુમાર શરદભાઇ જોષીની ભુજની મદદનીશ ખેતી નિયામક કચેરીઅે, ભુજ મદદનીશ ખેતી નિયામક કચેરીના મહમદઅાસીફ અયૂબભાઇ ચાૈધરીની રાજકોટ, શાંતિલાલ મફતલાલ પ્રજાપતિની ખંભાત, ગુજરાત રાજ્ય બિજ નિગમ-રાજકોટના બ્રાન્ચ મેનેજરની કચ્છ જિલ્લા પંચાયતમાં બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...