તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્તા કહેવાની વિશિષ્ટ કળા:કચ્છ-ગુજરાતનાં પહેલા યુવા ‘વેન્ટ્રીલોકિસ્ટ’ની શોર્ટ ફિલ્મ ‘કુતુહલ કેસરી’એ મચાવી ધમાલ

ભુજ7 દિવસ પહેલાલેખક: ડો. પૂર્વી ગોસ્વામી
 • કૉપી લિંક
 • કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. કનિષ્ક શાહે અપનાવી વાર્તા કહેવાની વિશિષ્ટ કળા: લોકોને પસંદ પડે છે તેમની વાર્તા

કચ્છ યુનિવર્સિટીનાં પ્રાધ્યાપક ડૉ. કનિષ્ક શાહે વાર્તા કહેવાની એક અલગ શૈલી ‘વેન્ટ્રીલોકીઝમ’ અપનાવી અને બની ગયા ગુજરાતનાં પહેલાં વેન્ટ્રીલોકિસ્ટ! ‘કુતુહલ કેસરી’ નામનાં પાત્ર સાથે શરૂ થયેલાં વેન્ટ્રીલોકીઝમ લોકોને એટલા પસંદ આવી રહ્યા છે કે ડૉ. શાહ અને ‘કુતુહલ કેસરી’ ને વિવિધ સંસ્થા, ક્લબ અને કંપનીઓ દ્વારા લેક્ચર/સેમિનાર માટે ખાસ આમંત્રણ મળવા લાગ્યું છે!

‘એક વખતની વાત છે’, ‘એક ગામ હતું’, ‘એક રાજા હતો’ જેવા વાક્યો સાંભળતાંની સાથે જ આગળની વાર્તા સાંભળવા બાળક, વયસ્ક કે વૃદ્ધ ઉત્સુક બની જાય છે. વાર્તા એ આપણાં બાળપણ સાથે જોડાયેલ હોવા ઉપરાંત માહિતીનાં આદાન-પ્રદાનનું ઉત્તમ સ્ત્રોત છે. વાર્તા માનવીની સંવેદનાનાં પડઘા છે. પંચતંત્રની, હિતોપદેશની, ગુજ્જુભાઈ બધેકાની બાળવાર્તાઓ હોય કે છકો-મકો કે મિયાં ફુસ્કિ, અરેબિયન નાઇટ્સ હોય કે જંગલ બૂક, પરીકથા હોય કે ઐતિહાસિક ઘટનાઓ આ વાર્તા આપણાં જીવન સાથે વણાયેલી છે અને સદીઓથી કહેવાતી આવી છે જે કઈંક નવું શીખવામાં કે ચારિત્ર્ય ઘડતરમાં વાર્તાનો મહત્વનો ફાળો રહેલો છે.

આજનાં સમયમાં મોબાઈલના વધુ પડતાં વપરાશને લીધે વાર્તાઓ કહેવાની અને સાંભળવાની કળા વિસરાતી જાય છે. પરંતુ આ કળાને જીવંત રાખવા ડૉ. કનિષ્કે 2018માં ‘સ્ટોરીવૉક’ની રચના કરી. જેમાં તેમનાં વિધાર્થીઓ એલેક્સનો એડિટર તરીકે અને હાર્દિક સોલંકી (નેપથ્ય-ધ બેકસ્ટેજ) નો સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે સહયોગ મળ્યો. 2020માં લોકલ ફોલ્ક પણ સોશ્યિલ મીડિયા પાર્ટનર તરીકે જોડાયા. લોકોને વાર્તાઓ પસંદ પડવા લાગી અને ‘સ્ટોરીવૉક પ્રોડક્શન’ની સ્થાપના થતાં ફલક વધુ વિસ્તર્યું.

ઘણી મહેનત માંગી લેતી ‘વેન્ટ્રીલોકીઝમ’ કળા એટલે શું છે?
આ એક અદ્ભુત શૈલી છે જે ઘણી મહેનત પછી વિકસાવી શકાય છે. દરેક તેમાં સફળતા મેળવી શકતા નથી કેમ કે ‘વેન્ટ્રીલોકીઝમ’ એ સ્ટેજક્રાફ્ટનું એક કાર્ય છે, જે હાથમાં કઠપુતળી જેવું કાપડનું મહોરૂ બોલે પ્રકારની વિશિષ્ટ કળા છે. પપેટ પ્રોપ (કઠપૂતળી), જેને “ડમી” તરીકે ઓળખવામાં આવે છે જેમાં એક વ્યક્તિ (વેન્ટ્રીલોકિસ્ટ) એ ભ્રમણા પેદા કરે છે કે તેમનો અવાજ બીજે ક્યાંકથી આવી રહ્યો છે અને આમ કરવાની આવડતને અંગ્રેજીમાં ‘વેન્ટ્રીલોકીઝમ’ અને ગુજરાતીમાં ઘણા લોકો તેને ‘ગરુડવાણી’ તરીકે ઓળખે છે.

‘ધ વેન્ટ્રીલોકિસ્ટ’ શોર્ટ ફિલ્મને મળ્યો ‘બેસ્ટ જયુરી એવોર્ડ’
‘વિશ્વ એક રંગમંચ’ની થીમ સાથે 93.5 રેડ એફએમનાં મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટ અંતર્ગત તેમણે ‘ધ વેન્ટ્રીલોકિસ્ટ’ શોર્ટ ફિલ્મ સિલેક્ટ થયા બાદ ખૂબ ધમાલ મચાવી છે અને હાલમાં જ તેમને ‘બેસ્ટ જયુરી એવોર્ડ’ એનાયત થયો છે. ગુજરાતભરમાંથી 1500થી વધુ નોંધણી થઈ હતી અને 150 જેટલી ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી તે સર્વેમાં ડો. કનિષ્કે તૈયાર કરેલી શોર્ટ ફિલ્મ મેદાન મારી ગઈ.

‘સ્ટોરીવૉક’ બેનર અંતર્ગત બનેલી તમામ સીરિઝ હિટ
‘રિબુટિંગ મહાત્મા’ પહેલી શોર્ટ ફિલ્મ બની હતી જે વાડીલાલ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ અને લોસ એંજલ્સમાં પ્રદર્શિત કરવામાં આવી. માધાપર-કચ્છની વીરાંગનાઓ પર ‘1971- ધ અનસંગ હીરોઝ’ બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ભારતીય ચિત્ર સાધના નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં અધિકૃત પસંદગી પામી. ‘હે બાપુ!’ નામની અલ્ટ્રા શોર્ટ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી. લોકડાઉન દરમિયાન સકારાત્મક ઉર્જા આપતી કવિતા ‘આ સમય ખૂબ સારો છે!’ વીડિયોમાં ગુજરાતનાં જાણીતાં ફિલ્મ કલાકારોએ પોતાનો કંઠ આપ્યો! બોડી શેમિંગ, કવિ તેજની કચ્છી કવિતાની જુગલબંધી જેવાં વિડીયોને બહોળો પ્રતિસાદ મળ્યો. ‘કર્મા સિરીઝ’માં કર્મનાં સિદ્ધાંતનાં ગૂઢ રહસ્યો ઉજાગર કરાયાં અને એ ખૂબ લોકપ્રિય બન્યાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો