તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જર્મન ટેક્નોલોજીવાળા એલએચબી કોચ સાથે કચ્છ એક્સપ્રેસ મુંબઇ માટે રવાના

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેશન માસ્તર અને આગેવાનો વચ્ચે સોમવારે ભુજ સ્ટેશનેથી પ્રસ્થાન કરાવાયું

છેલ્લા કેટલાક સમયથી કચ્છ એક્સપ્રેસના કોચ બદલવાની માંગણી જુદી જુદી સંસ્થાઓ તરફથી કરવામાં આવતી હતી. આઠેક દિવસ અગાઉ ભુજ રેલવે સ્ટેશને એલ.એચ.બી. કોચ પહોંચી આવ્યા હતા. સોમવારે પ્રવાસી સંઘ, પેસેન્જર્સ એસો., સલાહકાર સમિતિ અને અન્ય અધિકારી-પદાધિકારીઓની હાજરીમાં જર્મન ટેક્નોલોજીવાળા એલ.એચ.બી. કોચ સાથે કચ્છ એક્સપ્રેસને મુંબઇ માટે રવાના કરાઇ હતી.

કચ્છ પ્રવાસી સંઘ, રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસો. તેમજ સાંસદ વિનોદ ચાવડા તરફથી કચ્છ અને સયાજી એક્સ.ના કોચ બદલવા વારંવાર રજૂઆત કરાઇ હતી, રેલવે મંત્રી દ્વારા મુંબઇથી કચ્છની બંને ટ્રેન કચ્છ એક્સપ્રેસ અને સયાજી એક્સપ્રેસના કોચ બદલવાની માગણી સ્વિકારી હતી અને કચ્છને નવા રેક સાથેની પ્રથમ કચ્છ એક્સ. ટ્રેન મળી હતી જેથી કચ્છના પ્રવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઇ હતી. રેલવે સ્ટેશને ઉપસ્થિત આગેવાનોએ સ્ટેશન માસ્તર કે. કે. શર્માનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે પ્રબોધભાઇ મુનવર, દામજીભાઇ લીમડા, રેશ્માબેન ઝવેરી, એ. વાય. આકબાની, પ્રબોધ મુનવર, રજની પટવા, મનસુખ નાગડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સોમવાર સવારથી જ એલ.એચ.બી. કોચ સાથેની ટ્રેનને સજાવનાર રેલવે કર્મચારીઓને પણ મીઠુ મોઢુ કરાવી ખુશી વ્યકત કરવામાં આવી હતી.

બાન્દ્રા સ્ટેશને પણ ફલેગ ઓફ આપવામાં આવ્યો
કચ્છ એકસપ્રેસને એલએચબી કોચ મળતા મંગળવારે બાન્દ્રા ટર્મિનશે કચ્છ પ્રવાસી સંઘ તરફથી ફલેગ ઓફ અપાયું હતું. પ્રવાસીઓની સુવિધા વધતા ખુશીની લાગણી ફેલાઇ હતી, ટ્રેનને લીલીઝંડી આપતી વેળાએ મહેન્દ્રભાઇ નાગડા, અંકુર નાગડા, મનીષ વિસરીયા, શાંતીલાલ મારૂ, નિલેશ શ્યામ શાહ, રમણીક સંગોઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રેલવેના સ્ટેશન માસ્તર સાગર અગ્રવાલનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો