તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠું:કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત, બે દિવસના વિરામ બાદ વરસ્યો વરસાદ

ભુજ3 મહિનો પહેલા
  • ભુજ,સુખપર,માનકુવા,નખત્રાણા,મંજલ,સહિત વિસ્તારોમાં વરસાદ

કચ્છમાં હવામાની ખાતાની આગાહી મુજબ આજે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે ચોમાસા જેવો માહોલ છવાયો છે.

કચ્છમાં આજે શનિવારે ફરી બપોર બાદ ભુજ, સુખપર, માનકુવા, નખત્રાણા, મંજલ, સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વર્ષયો હતો.

સતત પડી રહેલા કામોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ સેવી હતી. બીજી તરફ કેરીના પાકમાં પણ નુકશાની થવાની સંભાવના લોકોએ વ્યક્ત કરી છે. લગાતાર થતા કામોસમી વરસાદથી ખેડૂત અને માલધારી વર્ગની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...