બજેટ:કચ્છ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું 40 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2021-22નું બજેટ મંજૂર કરવામા આવ્યું હતું. સામાન્ય સભામાં તમામ 40 એ 40 સદસ્યો હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી કે.પી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા તથા ઉપપ્રમુખ વનવીર ભાઈ રાજપુતના પ્રમુખ સ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી.

વર્ષ 2021-22 માટે 40.28 કરોડનું બજેટ
આ સામાન્ય સભામાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન દ્વારા વર્ષ 2021-22 નું 40 કરોડ 28 લાખ 47 હજારનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં સ્વ ભંડોળમાં મુખ્યત્વે જમીન મહેસુલ ઉપકર, સ્ટેમ્પ ડ્યુટી, રેતી રોયલ્ટી, શિક્ષણ ઉપકરની આવકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. .

બજેટમાં સમાજ કલ્યાણ ક્ષેત્રે 37,50,000, બાંધકામ ક્ષેત્રે 38,45,000, જેટિંગ મશીન માટે 10,00,000, સિંચાઇના કામો માટે 50,00,000 ની જોગવાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય વહીવટ, આરોગ્ય ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, આંકડા ક્ષેત્ર, કુદરતી આફત ક્ષેત્ર, icds ક્ષેત્ર, નાના ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રે, તાલુકાઓની ફાળવણી અને આયુર્વેદ ક્ષેત્ર જેવા ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બજેટમાં 2021-2022 ના વર્ષની ઉઘડતી સિલક 38,57,14,000, કુલ આવક 37,89,35,000, કુલ ખર્ચ 36,18,02,000 અને 31/03/2022 ની અંદાજીત બંધ સિલક 40,28,47,000 આંકવામાં આવી હતી.

ખુદ પ્રમુખને બજેટની રકમથી અાશ્ચર્ય
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જિલ્લા પંચાયતનું અંદાજ પત્ર 40 કરોડ 28 લાખ 47 હજારની પુરાંત સાથે માત્ર 76 કરોડ 46 લાખ 49 હજારનું જ છે. જે ભુજ નગરપાલિકાના બજેટથી પણ ઘણું અોછું છે, જેથી ખુદ પ્રમુખ પારૂલ રમેશ કારાઅે અાશ્ચર્ય વક્ત કર્યો હતો. તેમણે છેલ્લા ત્રણેક વર્ષના બજેટ માંગ્યા હતા. પરંતુ, હિસાબી અધિકારી કે. પી. પટેલે માત્ર ‘હા, હા’ કરી છેવટ સુધી અાપ્યા ન હતા. જોકે, ગત હિસાબી વર્ષમાં કોરોનાનો પ્રવેશ અને લોકડાઉનની સ્થિતિ હોઈ 20મી માર્ચે ઉતાવળે ખાસ સામાન્ય સભા બોલાવીને 49.85 કરોડની પુરાંતવાળું બજેટ રજુ કરી દેવાયું હતું. જે પણ કોરોનાની સ્થિતિમાં અોછી રકમનું હતું. પરંતુ, અે પહેલાના અંદાજપત્રને ધ્યાનમાં રાખીને હવેના હિસાબી વર્ષના અંદાજપત્ર બનાવવા જોઈઅે.

અંદાજપત્રની ડિઝીટલ સમજ
વ્યવસાયઅે શિક્ષિકા પારૂલ રમેશ કારાઅે અંદાજપત્રનું વાચન કર્યું અને પ્રોજેકટર મારફતે પડદા ઉપર ફિલ્માવી ડિઝીટલ સમજ અાપી હતી.

વર્ષોથી અેક જ જગ્યાઅે ચીટકેલાના જીવ અધ્ધર
સૂત્રોઅે જણાવ્યું હતું કે, પ્રમુખે જિલ્લા પંચાયતના તાબામાં અાવતી કચેરીઅો અને વિવિધ શાખામાં કામ કરતા કર્મચારીઅોના નામ, કેટલાક વર્ષથી કઈ શાખામાં છે, શું કામગીરી સંભાળે છે અેની યાદી મંગાવી છે, જેથી વર્ષોથી અેક જ જગ્યાઅે ચીટકેલા કર્મચારીઅોના જીવ અધ્ધર થઈ ગયા છે. પ્રમુખ હાલ અેક પછી અેક સ્થિતિનો તાગ મેળવીને પછી નક્કર પગલા ભરવા તરફ વધે અેવું હાલના સંજોગો ઉપરથી લાગી રહ્યું છે.

ભલામણોનો દોર શરૂ
સૂત્રોઅે જણાવ્યું હતું કે, કેટલાક તક સાધુઅો અને લાગવગથી કામ કઢાવનારાઅોના ભલામણોનો દોર શરૂ થઈ ગયો છે. જોકે, પડછાયો જોઈને વ્યક્તિ કઈ દિશામાં જશે અે પારખવાની શક્તિ ધરાવતા પ્રમુખે હજુ સુધી બધાને માપ મેજરમાં રાખ્યા છે.

સ્વભંડોળ, સ્ટેમ્પ ડ્યૂટી, રેતી રોયલ્ટીમાંથી જોગવાઈ

સદરનું નામસ્વભંડોળસ્ટેમ્પ ડ્યૂટીરેતી રોયલ્ટીકુલ
સામાન્ય વહીવટ9287000--9287000
વિકાસ, પંચાયત,2710000--2710000
મહેકમ ક્ષેતરે----
શિક્ષણ ક્ષેત્રે4020000010000-40210000
અાયુર્વેદ ક્ષેત્રે40000--40000
અારોગ્ય ક્ષેત્રે300000100000-400000
ખેતી ક્ષેત્રે455000100000-555000
પશુપાલન ક્ષેત્રે190000150000-340000
અાંકડા ક્ષેત્રે90000--90000
સમાજ કલ્યાણ ક્ષેત્રે3750000--3750000
ગ્રામ્ય નાના ઉદ્યોગ-25000--25000
અને સહકાર ક્ષેત્રે----
કુદરતી અાફત ક્ષેત્રે100000--100000
સિંચાઈ ક્ષેત્રે30000020000050000005500000
બાંધકામ ક્ષેત્રે384500014300000100000019145000
અાઈસીડીઅેસ ક્ષેત્રે220000200000-420000
તાલુકાઅોને ફાળવણી189230000--189230000
રોયલ્ટીના ગ્રાન્ટ પૈકી---6000000060000000
વિકાસના કામોની જોગવાઈ----
સ્ટેમ્પ ડ્યૂટીના ગ્રાન્ટ પૈકી--20000000-20000000
વિકાસના કામોની જોગવાઈ----
જિલ્લા વિકાસના કાર્ય--10000000-10000000
માટેની જોગવાઈ----
કુલ2507420004506000066000000361802000

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...