કચ્છ રિઝલ્ટ:કચ્છની તમામ પાંચ નગરપાલિકામાં ભાજપનો વિજય, પ્રથમ વખત યોજાયેલી  મુન્દ્રા-બારોઇ પાલિકામાં ભાજપની જીત

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2021માં કચ્છ જિલ્લા પંચાયતમાં 63.24 ટકા મતદાન તો 2015માં 66.3 ટકા મતદાન હતું
  • 2021માં 10 તાલુકા પંચાયતમાં 63.37 ટકા મતદાન અને 5 નગરપાલિકાનું 50.82 ટકા મતદાન

કચ્છમાં કેશરીયું કમળ કાયમ રહ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામમાં કચ્છ જિલ્લાએ ફરી કમળ સાથે રહી ભાજપને એક તરફી વિજયી અપાવ્યો ,માત્ર બે તા.પં. સિવાય જી.પ.,5 ન.પા. અને 8 તા.પ.માં ભાજપનો જ્વલંત વિજય થયો હતો.

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. પાંચેય નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. પ્રથમ વખત યોજાયેલી મુન્દ્રા-બારોઇ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી છે. ભૂજની 44 પૈકી ભાજપે 36 અને કોંગ્રેસે 8 બેઠક મેળવી છે.ગાંધીધામ તાલુકા પંચાયત ફરી ભાજપના કબ્જામાં ભાજપે 11 બેઠક ઉપર વિજય મેળવ્યો.કોંગ્રેસ 3 સીટો ઉપર વિજય મેળવ્યો છે.જયારે આપે કચ્છમાં ખાતું ખોલાવ્યું અને 1 સીટ ઉપર વિજય મેળવ્યો.મુન્દ્રા તાલુકા પંચાયત પણ અંકે કરી છે.