તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લો હવે કોરોના મુક્ત થવા ભણી વેંત છેટો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવાર હેઠળ માત્ર 12 દર્દી રહ્યા છે
  • દસેય તાલુકામાં ક્યાંય પણ નવો પોઝિટિવ કેસ ન નોંધાયો

કચ્છ જિલ્લો હવે કોરોના મુક્ત થવા ભણી વેંત છેટું છે. કેમ કે, સોમવારે પણ દસેય તાલુકામાંથી ક્યાંય અેક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. બીજી બાજુ વધુ 4 દર્દી સાજા થઈ ગયા છે, જેથી હોસ્પિટલમાં હવે સારવાર હેઠળ માત્ર 12 દર્દી રહ્યા છે.

જિલ્લા પંચાયતના વહીવટી વિભાગ દ્વારા તંત્રના ચોપડામાંથી જાહેર કરાયેલી માહિતી મુજબ જિલ્લામાં અત્યાર સુધી કુલ 12582 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 12458 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 282 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, જિલ્લા પંચાયતના વહીવટી વિભાગે મોતના ખોટા અાંકડા જાહેર કરી જૂઠાણું ચલાવ્યાનો અહેવાલ દિવ્ય ભાસ્કરે રવિવારે જ પ્રસિદ્ધ કર્યો છે. અામ છતાં હજુ પણ જિલ્લા પંચાયતે 282ના મોતના અાંકડાનું રટણ ચાલુ જ રાખ્યું છે.

બીજી બાજુ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલે સત્તાવાર સ્વીકારી લીધું છે કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં જ 334 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન નોન કોવિડથી 440 વ્યક્તિના મોત થયા છે, જેથી સ્પષ્ટ થાય છે કે, ખુરશી ટેબલ ઉપર બેઠેલી વ્યક્તિના ઉપદેશ અને અાચરણમાં જમીન અાસમાનનો ફરક હોય છે. અેવી વ્યક્તિને અાદર્શ માની જ ન શકાય.

અન્ય સમાચારો પણ છે...