તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો, ભુજ, અંજાર અને ગાંધીધામ તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા

ભુજ3 મહિનો પહેલા
  • ધરતીપુત્રોએ વાવણીની તૈયારી શરૂ કરી

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ વરસાદ વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. પશ્ચિમ કચ્છના ભૂજ, માધાપર, રતનાલ, રેલડી,કુકમા,રેહા, કોટડા,હાજાપર તો પૂર્વમાં ગંધીધામ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે શુક્રવારે વરસાદી માહોલ સાથે વરસાદ પડવા પામ્યો છે. અને જેઠ માસ માંજ ચોમાસાની શરૂઆત થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

આજે બપોરે 12 વાગ્યા આસપાસ ભૂજ અંજાર તાલુકાના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે પાણી વહી નીકળ્યા છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ પણ ન્હાવાની મજા માણી હતી.

પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાથી પૂર્વ કચ્છના રાપર તાલુકામાં એક કલાકથી સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂજ , નખત્રાણા અંજાર ,ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકામાં વરસાદ અવિરત ચાલુ છે. ભુજમાં એક ઇંચ વરસાદ પડતાં વણીયાવાડ, ભાનુશાળી નગર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. કચ્છના 10માંથી 7 તાલુકના અનેક નાના મોટા ગામડાઓમાં વરસાદની હાજરી પુરાઈ છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે વરસાદ વરસતા ખેડૂત વર્ગે ખેતરોમાં વાવણી કાર્યની તૈયારી શરૂ કરી દીધી હોવાનું લોકોએ જણાવ્યું છે.અને વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...