તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કચ્છ જિલ્લા ડમ્પર અને ભુજ શહેર ટ્રેકટર મંડળ દ્વારા રોયલ્ટી મુદ્દે કલેકટર કચેરીએ નારાજગી સાથે આવેદન પત્ર આપ્યું

ભુજ10 દિવસ પહેલા
 • મોટા વાહનો પાસે રોયલ્ટી મંજૂરી હોવા છતાં ટ્રેકટર વાહનો પાસેથી પણ દન્ડ વસુલાય છે
 • ભારે વાહનો પર શહેર અંદર પ્રવેશ નિષેધ હોવાથી ટ્રેકટર મારફત રોયલ્ટી ફેરા કરાય છે

કચ્છ જિલ્લા ટ્રેકટર ડમ્પર અને ભુજ શહેર ટ્રેકટર મંડળો દ્વારા આજે ગુરુવારે કલેકટર કચેરી ખાતે રોયલ્ટી મુદ્દે ખોટી રીતે તંત્ર દ્વારા દન્ડ લેવામાં આવી રહ્યો છે. તેમજ ગાડી પણ ડિટેન કરાય છે અને મંજૂરી કે રોયલ્ટી હોવા છતાં પરેશાન કરાઈ રહ્યા છે. તેના પર અંકુશ લાવવા અને લીઝ મંજુર થવા બાબતે આવેદન પત્ર આપી સુત્રોચાર અને બેનર બતાવી વિરોધ પ્રદર્શિત કરાયો છે.

આ વિશે ભુજ શહેર ટ્રેકટર ઍશોષીએસનના સભ્ય સિકંદર એ. મારાએ જણાવ્યું હતું કે ભુજ શહેર અને જિલ્લા રોયલ્ટી ઇન્સ્પેકટર અથવા ભૂસ્તર કચેરીના કર્મચારીઓ 6 થી 10 ટન જેટલું આર.ટી.ઓ.પાસિંગ ધરાવતા હોવા છતાં માલ સાથે બોડીનું વજન જોડી ખોટી રીતે 50 હજારથી 2.50 લાખ સુધીનો દન્ડ ફટકારે છે. જેના કારણે ડમ્પર અને ટેક્ટર મલોકોને ભારે નુકશાની વેઠવી પડે છે અને ડ્રાયવર પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લે છે. તો મલોકો સાથે વાત કર્યા વગર ગાડી ડિટેન કરી લેવાય છે જે અમારા માટે ખરેખર અન્યાય સમાન છે.

મોટા શહેરમાં ભારે વાહનોની પ્રવેશ બંધીના કારણે મલબો કે ખનીજ વસ્તુઓ ટ્રેક્ટરમાં ભરીને શહેરની સાંકડી ગલીઓમાં ફેરા સ્વરૂપે નાખવામાં આવે છે ત્યારે ડમ્પર માલિકોએ તંત્રને ચૂકવેલી રોયલ્ટી પેનલ્ટી બાદ ટ્રેકટર માલિકો પાસેથી પણ બીજી વખત એકજ માલ માટે દન્ડ વસુલાય છે. જેના કારણે વાહન માલિકો સાથે રોજનું કરી ખાતા ડ્રાયવરોને પણ હાલાકી સાથે નુકસાની વેઠવી પડી રહી છે. જે અંગે કલેકટરને આવેદન પત્ર આપી રોયલ્ટી વહન કરતા વાહન માલિકો અને ડ્રાયવરો દ્વારા તંત્ર યોગ્ય નિરાકરણ લાવે અને ગેર કાયદે થતી દન્ડ વસૂલી અટકાવી હરરાજીના બદલે સીધી લીઝ પાસ કરે એવી માંગણી સાથેનું આવેદન પત્ર કલેકટર કચેરીએ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો