તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠું:કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત, આજે ભુજ અને અંજારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

ભુજ7 દિવસ પહેલા
 • ભુજ અને અંજારમાં વરસાદના કારણે ચૈત્રમાં અષાઢી માહોલ જામ્યો

કચ્છના અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ ફરી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. અને હવામાન વિભાની આગાહી વચ્ચે ભુજના ગ્રામ્ય વિસ્તાર અને અંજાર શહેરમાં ભારે પવન સાથે આજે સોમવારે બપોર બાદ વર્ષા રાણીએ આગમન કર્યું હતું.

ભુજ તાલુકાના રેહા, હાજાપર, જડુરા, વરલી થરાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા. બાળકોએ વરસાદમાં નાહવાનો આનંદ મળ્યો હતો. ચોમાસાની ઋતુ હોય તેવા દ્રષ્યો ચૈત્ર માસમાં સામે આવ્યા હતા. બીજી તરફ અંજાર શહેરમાં પણ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરના ગંગા નાકા, મહાદેવ નગર, દબડા વિસ્તાર, સહિતના ભાગોમાં વરસાદની હાજરી નોંધાઇ હતી. અને સૂત્રો મુજબ અડધા ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું.

આમ સાયકલોનિક સર્ક્યુલેશનની અસર તળે એક સપ્તાહથી વધારે દિવસો સુધી જિલ્લામાં વરસાદી વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. જેમાં વરસાદ સાથે કરા પણ પડી રહ્યા છે. અલબત્ત ગઈકાલે ગાંધીધામ વિસ્તારમાં પડેલા વરસાદથી નીચાં વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ માટે રહવવાસીઓએ સ્થાનિક તંત્રનું ધ્યાન દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો