તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કચ્છ જિલ્લા ભાજપના નવા માળખામાં પ્રમુખ પછી ત્રણ મહામંત્રી પણ યથાવત

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અેક મંત્રીને કોષાધ્યક્ષ બનાવાયા બાકી તમામ બદલી દેવાયા

ચ્છ જિલ્લા ભાજપની છેલ્લે 2016માં વરણી થઈ હતી, જેમાંથી પ્રમુખ કેશુભાઈ શિવદાસ પટેલ ઉપરાંત ત્રણેય ત્રણ મહામંત્રી અનિરુદ્ધ દવે, વલમજી અાર. હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજાને યથાવત રખાયા છે. અેક માત્ર મંત્રી દિલીપ પૂનમચંદ શાહને કોષાધ્યક્ષ બનાવી બાકી બધા બદલી દેવાયા છે.ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા અેકમના નવા હોદેદારોની વરણીની 4થી ડિસેમ્બરે યાદી બહાર પડી છે, જેમાં તમામ ઉપપ્રમુખ બદલી દેવાયા છે, જેમાં અંજારમાંથી ત્રિકમ બીજલ છાંગા, અબડાસામાંથી ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, અંજારમાંથી ભરત પ્રાણલાલ શાહ, ગાંધીધામમાંથી બળવંત છગનલાલ ઠક્કર, ભુજ તાલુકામાંથી જયંત કરસન માધાપરિયા, ભુજ શહેરમાંથી પચાણ વીરા સંજોટ, માંડવીમાંથી ગંગાબેન કલ્યાણ સેંઘાણી, ભચાઉ શહેરમાંથી ઈલાબેન ગોવિંદ શાહની વરણી કરાઈ છે.

જ્યારે મંત્રી તરીકે ભચાઉ શહેરમાંથી વિકાસ મોહન રાજગોર, મુન્દ્રામાંથી વાલજી માણશી ટાપરિયા, ભુજ શહેરમાંથી પ્રફુલ્લસિંહ ગોવુભા જાડેજા અને વિંજુબેન ધીરજ રબારી, અંજાર શહેરમાંથી વસંત જેઠાલાલ કોડરાણી, ગાંધીધામ શહેરમાંથી નીલમ રમેશ લાલવાણી, રાપર તાલુકામાંથી હરખી ડાયાલાલ વાઘાણી, ભાવના જે. ચાવડાની વરણી કરાઈ છે.

મહત્ત્વાકાંક્ષીઅો કદ પ્રમાણે વેતરાયા કચ્છ જિલ્લા ભાજપના હોદેદારોની વરણી માટે છેલ્લા અેક દોઢ વર્ષથી મહત્ત્વાકાંક્ષીઅોમાં બહુ ખટપટ જોવા મળી હતી. સંભવિત હરીફને નીચો બતાવવા મોટેપાયે અાક્ષેપો કરતા પત્ર વ્યવહાર પણ થયા હતા. પરંતુ, ખટપટ કરનારા જ કદ પ્રમાણે વેતરાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો