ગ્રામપંચાયત ચૂંટણી:કચ્છ જિલ્લામાં 361 ગ્રામપંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ, મતદાન પેટીઓ મતદાન મથકે પહોંચાડાયી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 344 સરપંચપદ માટે 895 અને 2125 સભ્યપદ માટે 4747 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
  • સૌથી વધુ ભુજ તાલુકામાં 57 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે
  • જિલ્લામાં બન્ને એસપી દ્વારા સંવેદનશીલ ગામની મુલાકાત લેવાઈ હતી

રાજ્યમાં આવતીકાલે રવિવારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લામાં 361 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં 474 માંથી 361 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 344 સરપંચની જ્યારે 2125 સભ્ય પદની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.

ગ્રામ પંચાયતોની મતદાન પ્રક્રિયા સુપરે પાર પાડવા વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે જિલ્લામાં ઉપલબ્ધ 1922 મતપેટીમાંથી 1299 મતપેટી 903 મતદાન સ્થળે પહોંચાડી દેવામાં આવી છે. તેની સાથે 4785 પોલિંગ સ્ટાફ, 169 ચૂંટણી અધિકારી, 169 મદદનીશ ચૂંટણી અધિકારી, 1818 પોલીસ સહિત કુલ 6914 તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ શાંતિપૂર્ણ મતદાન કરાવવા પોતાની ફરજ નિભાવવા સજ્જ બન્યા છે. એસટી વિભાગ તરફથી કુલ 63 બસો ફાળવવામાં આવી છે.

જિલ્લામાં 903 મતદાન મથકમાં 285 મથક સંવેદનશીલ અને 24 મથક અતિ સંવેદનશીલ બતાવવામાં આવ્યા છે. તો કચ્છની 474 ગ્રા.પં. માં 4 પેટા પંચાયત મળી કુલ 478 ગ્રા. પં. માંથી 361 પર ચૂંટણી યોજાશે, 117 ચૂંટણી પ્રક્રિયાથી બાકાત છે. જ્યારે 67 ગામ સમરસ બન્યા છે. તો 2 ગામ એવા પણ છે જ્યાં ચૂંટણી નથી યોજાઈ રહી કે સમરસ પણ નથી બની.

આવતીકાલ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લાના બન્ને વિભાગમાં પોલીસ તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિશે પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકામાં આવેલા સંવેદનશીલ ગામનો મુલાકાત લઈ રહ્યા છીએ. આજે કીડાના, લાકડીયા અને ભચાઉના નેર ગામની મુલાકાત કરી હતી. નેર ગામે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પશ્ચિમ કચ્છના એસપી સૌરભ સિંઘે કહ્યું હતું કે, હું અને ડીવાયએસપી સહિતના અધિકરીઓ ભૂજ, મુન્દ્રા અને નખત્રાણા સહિતના વિસ્તારોમાં સંવેદનશીલ સાથે અન્ય ગામો વિશે માહિતી મેળવી સલામતી માટે નજર રાખી રહ્યા છીએ.

તાલુકવાર ગ્રા.પં. અને મતદારોની યાદી

તાલુકોગ્રાં.પં.પુરૂષમહિલાઅન્યકુલ
ભુજ5767,10758,96401,20,034
માંડવી403519133524368718
મુન્દ્રા181619918773134873
અંજાર242836126453054814
ગાંધીધામ61964717790037437
ભચાઉ394008244144184227
રાપર444934443354092698
નખત્રાણા514414141261085403
અબડાસા593235130408062759
લખપત231585514532030387
અન્ય સમાચારો પણ છે...